Shraddha Kapoor: 37 વર્ષે પણ 20 જેવી લાગતી શ્રદ્ધા કપૂરે જણાવ્યા બ્યુટી સીક્રેટ્સ, રોજ સવારે કરે છે આ કામ
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર એ ઉમેર્યું હતું કે તેનું કામ એવું છે કે રોજ એક સરખું રૂટિન એકસરખા સમયે ફોલો કરી શકાતું નથી પરંતુ તે સમય અને સંજોગ અનુસાર સ્કીન કેર જરૂરથી કરે છે. શ્રદ્ધા કપૂર અને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે.
Trending Photos
Shraddha Kapoor: બોલીવુડની સુંદર અભિનેત્રીઓના લીસ્ટમાં શ્રદ્ધા કપૂરનું નામ ટોપ પર આવે છે. 37 વર્ષની શ્રદ્ધા કપૂર મેકઅપ વિના પણ સુંદર દેખાય છે. શ્રદ્ધા કપૂર એ તાજેતરના જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના સેલ્ફ કેર રૂટીન અને ફિટનેસ વિશે વાત કરી હતી. તેને જણાવ્યું હતું કે તે કેવી રીતે સેલ્ફ કેર કરે છે. અને સાથે જ ગ્લોઇંગ સ્કીન માટે શું કરે છે?
શ્રદ્ધા કપૂર એ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાનું રૂટિન શેર કર્યું હતું. શ્રદ્ધા કપૂર એ જણાવ્યું હતું કે તે શક્ય હોય ત્યાં સુધી સેલ્ફ કેર પર ફોકસ કરે છે. સૌથી પહેલા તો ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ સિવાય તે મેડીટેશન કરવા પર પણ ધ્યાન આપે છે. શ્રદ્ધા કપૂર એ કહ્યું હતું કે કલાકો સુધી મેડીટેશન કરતી નથી પણ તે સમય મળે ત્યારે મેડીટેશન કરવાનો પ્રયત્ન કરે છે. દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે તે મેડીટેશન કરે છે.
શ્રદ્ધા કપૂર એ તેના મોર્નિંગ સ્કીન કેર રૂટીન વિશે જણાવતા કહ્યું હતું કે, તે સવારે જાગીને યોગ કરે છે. ત્યાર પછી સ્કીન કેર માટે તે ચહેરાને ક્લિન કરી મોઇશ્ચુરાઇઝર અને સનસ્ક્રીન લગાડે છે. તેણે કહ્યું હતું કે આમ કરવાથી તેની સ્કીન સાફ અને હાઇડ્રેટ રહે છે.
શ્રદ્ધા કપૂર એ ઉમેર્યું હતું કે તેનું કામ એવું છે કે રોજ એક સરખું રૂટિન એકસરખા સમયે ફોલો કરી શકાતું નથી પરંતુ તે સમય અને સંજોગ અનુસાર સ્કીન કેર જરૂરથી કરે છે. શ્રદ્ધા કપૂર અને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. ઈંસ્ટાગ્રામ પર 89 મિલિયન ફેન્સ તેને ફોલો કરે છે. શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ સ્ત્રી 2 માં જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે