લગ્નના સમાચાર વચ્ચે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું દિલ તૂટ્યું, ચાર વર્ષ બાદ બોયફ્રેન્ડથી અલગ થઈ!

શ્રદ્ધાએ ક્યારેય પણ પોતાના રિલેશનશિપ સ્ટેટ્સને સ્વીકાર્યું નથી, પરંતુ બીટાઉનમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તે પ્રખ્યાત ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે રિલેશનશિપમાં છે.

લગ્નના સમાચાર વચ્ચે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું દિલ તૂટ્યું, ચાર વર્ષ બાદ બોયફ્રેન્ડથી અલગ થઈ!

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર છેલ્લા કેટલાક દિવસોથી લાઈમલાઈટમાં નથી. તાજેતરમાં શ્રદ્ધાએ રણબીર કપૂરની સાથે એક ફિલ્મની શૂટિંગ શરૂ કર્યું છે. જેમાં એક સોંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે અભિનેત્રીને લઈને એક જબરદસ્ત અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રદ્ધા કપૂરનું હવે બ્રેકઅપ થઈ ગયું છે. થોડાક સમય પહેલા તેમના લગ્નની ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ હવે શ્રદ્ધા તેનાથી અલગ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

ચાર વર્ષનો સંબંધ તૂટ્યો
શ્રદ્ધાએ ક્યારેય પણ પોતાના રિલેશનશિપ સ્ટેટ્સને સ્વીકાર્યું નથી, પરંતુ બીટાઉનમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તે પ્રખ્યાત ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે રિલેશનશિપમાં છે. બંને એક બીજાને તેમના કોલેજના દિવસોથી ઓળખે છે અને અહેવાલ તો એવા પણ આવ્યા હતા કે બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ આ તમામ અટકળો વચ્ચે એવા સમાચાર છે કે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને અલગ થઈ ગયા અને બ્રેકઅપ થઈ ગયું છે.

જાન્યુઆરીથી ચાલી રહ્યો હતો ખટપટ
પિંકવિલાની એક રિપોર્ટમાં તે વાતનો દાવો કરવામાં આવ્યો છે કે બન્ને જણાના રસ્તા હવે અલગ થઈ ગયા છે. બન્નેના નજીકના સૂત્ર એ પોર્ટલને જણાવ્યું હતું કે, રોહન શ્રેષ્ઠ ગોવામાં શ્રદ્ધા કપૂરના બર્થડે સેલિબ્રેશનનો પણ ભાગ બન્યો નહોતો. રિપોર્ટના મતે, બન્ને વચ્ચે આ વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી 2022થી ખટરાગ ચાલી રહ્યો હતો અને ફેબ્રુઆરીમાં બન્ને જણાંએ અલગ થવાનો નિર્ણય લીધો. જોકે તેમના વચ્ચે બ્રેકઅપનું શું કારણ છે? તેનો હાલ ખુલાસો થયો નથી અને ના તો બંનેમાંથી કોઈએ બ્રેકઅપ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું હોય.

શ્રદ્ધાની ફિલ્મો
તમને જણાવી દઈએ કે, આશિકી-2, એક વિલેન જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલોમાં ખાસ સ્થાન બનાવી ચૂકેલી શ્રદ્ધા કપૂર તાજેતરમાં પોતાના વર્ક કમિટમેન્ટ્માં વ્યસ્ત છે. તે રણબીર કપૂરની સાથે લવ રંજનની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તેની સિવાય તેની પાસે ચાલબાજ ઈન લંડન અને વિશાલ ફૂરિયાની નાગિન પાઈપલાઈનમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news