આ પરીણિત અભિનેતાઓ પર ફિદા છે સારા અલી ખાન! નામ સાંભળીને નારાજ થઈ શકે છે એક્ટર્સની પત્નીઓ

સારા અલી ખાન અને તેના કો-સ્ટાર ધનુષ (Dhanush), કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં પહોંચ્યા હતા. હવે આ એપિસોડનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સારા અને ધનુષ, કરણ જોહરના સવાલોના રસપ્રદ જવાબ આપી રહ્યાં છે.

આ પરીણિત અભિનેતાઓ પર ફિદા છે સારા અલી ખાન! નામ સાંભળીને નારાજ થઈ શકે છે એક્ટર્સની પત્નીઓ

નવી દિલ્હીઃ સારા અલી ખાન  (Sara Ali Khan) આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ 'અતરંગી રે'ને લઈને ચર્ચામાં છે. તે આ સમયે જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વચ્ચે સારા અલી ખાન અને તેના કો-સ્ટાર ધનુષ (Dhanush), કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં પહોંચ્યા હતા. હવે આ એપિસોડનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સારા અને ધનુષ, કરણ જોહરના સવાલોના રસપ્રદ જવાબ આપી રહ્યાં છે.

આ એક્ટર્સને પોતાના સ્વયંવરમાં બોલાવવા ઈચ્છે છે સારા
ડિઝ્ની પ્લસ હોટસ્ટારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ એપિસોડની નાની ક્લિપ શેર કરવામાં આવી છે. વીડિયોમાં સારા અલી ખાન  (Sara Ali Khan) ને કરણ પૂછે છે, તે ચાર લોકોના નામ જણાવ, જેને તું તારા સ્વયંવરમાં બોલાવવા ઈચ્છે છે? તેના જવાબમાં સારા કહે છે, રણવીર સિંહ, વિજય દેવરકોંડા, વિક્કી કૌશલ અને વરૂણ ધવન. સારાનો આ જવાબ સાંભળીને કરણ જોહર હસ્તા હસ્તા કહે છે, આશા છે કે આ બધાની પત્નીઓ એપિસોડ જોઈ રહી હશે. તેના પર સારા કહે છે કે તેના પતિ પણ જોઈ રહ્યા હશે. સારાની આ વાતોને સાંભળીને ધનુષ પણ હસ્વા લાગે છે. 

સસરા સાથે જોડાયેલા સવાલ પર ધનુષે આપ્યો આ જવાબ
શોમાં કરણ જોહર ધનુષને પૂછે છે, તમે પ્રથમવાર શો પર આવ્યા છો, એક્સાઇટેડ છો? ધનુષ જવાબ આપે છે, હું ખુબ એક્સાઇટેડ છું. હું ખુબ ઓછુ બોલુ છું. ખુબ શરમાળ છું, હું પ્રયાસ કરીશ કે અહીં થોડી મસ્તી કરવામાં આવે. સારા બાદ કરણ ધનુષને પૂછે છે, જો તમે એક દિવસ રજની સર બનીને ઉઠો તો શું કરશો? ધનુષ કહે છે રજની સર બનીને જ રહેવા ઈચ્છીશ.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
મહત્વનું છે કે સારા અલી ખાન (Sara Ali Khan) અને ધનુષની ફિલ્મ અતરંગી રે 24 ડિસેમ્બરે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પણ જોવા મળશે. સારાએ પ્રથમવાર અક્ષય કુમાર અને ધનુષ સાથે કામ કર્યુ છે. આ ફિલ્મને હિમાંશુ શર્માએ લખી છે. તો આનંદ એલ રાયે ડાયરેક્ટ કરી છે. આ પહેલા ધનુષ ફિલ્મ રાંઝણામાં આનંદ એલ રાય સાથે કામ કરી ચુક્યો છે, જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news