Sara Ali Khan એ દેખાડી પોતાની અસલી ટેલેન્ટ, લોકોએ કહ્યું- Overacting ની દુકાન

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન  (Sara Ali Khan) એ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે પોતાની ટેલેન્ટ દેખાડી રહી છે. પરંતુ લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી.

Sara Ali Khan એ દેખાડી પોતાની અસલી ટેલેન્ટ, લોકોએ કહ્યું- Overacting ની દુકાન

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) ચુલબુલી છે અને તેના આ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. આજકાલ સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફની અંદાજમાં ગીત ગાઈ રહી છે. 

સારાની ટેલેન્ટ
સારા અલી ખાન (Sara Ali Khan) આ દિવસોમાં કાશ્મીરમાં છે અને ત્યાંથી ફોટો તથા વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. સારાએ એક ગીત ગાતો વીડિયો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા એક પરફોર્મિંગ ગ્રુપની સામે સ્ટેજ પર બેસી તેની સાથે મસ્ત કલંદગ ગીત ગાઈ રહી છે. વીડિયો શેર કરતા સારાએ લખ્યું- અસલી ટેલેન્ટ ઇધર હૈ.

લોકોએ કરી ટ્રોલ
સારા અલી ખાન (Sara Ali Khan) ના આ વીડિયો ખુબ કોમેન્ટ કરી રહ્યાં છે અને તેને ટ્રોલ કરી રહ્યાં છે. કોઈ તેના અવાજ પર સવાલ ઉઠાવી રહ્યાં છે તો કોઈ તેની એક્ટિંગ પર.

SARA ALI KHAN

પોતાના ભાઈની સાથે માણી રહી છે રજાઓ
તમને જણાવી દઈએ કે સારા અલી ખાન પોતાના ભાઈની સાથે રજાઓ માણી રહી છે. તેણે એક પોસ્ટ કરી જેમાં તે ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી રહી છે. 

અતરંગી રેમાં જોવા મળશે
વર્ક ફ્રંટની વાત કરીએ તો સારા અલી ખાન (Sara Ali Khan) છેલ્લે વરૂણ ધવન સાથે કુલી નંબર 1માં જોવા મળી હતી. હવે તે અતરંગી રેમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news