હવે આ અભિનેતાએ કરી આત્મહત્યા, ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને ટેલિવિઝનના કલાકારોના દુનિયામાંથી વિદાયના હચમચાવી નાખે તેવા સમાચાર સતત ચાલુ જ છે. હવે એવા સમાચાર છે કે ટીવી અભિનેતા સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે મુંબઈમાં આત્મહત્યા કરી. સમીર શર્મા 'કહાની ઘર ઘર કી' સીરિયલમાં કામ કરી ચૂક્યા છે. 

હવે આ અભિનેતાએ કરી આત્મહત્યા, ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

મુંબઈ: કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને ટેલિવિઝનના કલાકારોના દુનિયામાંથી વિદાયના હચમચાવી નાખે તેવા સમાચાર સતત ચાલુ જ છે. હવે એવા સમાચાર છે કે ટીવી અભિનેતા સમીર શર્મા (Sameer Sharma) એ આત્મહત્યા કરી લીધી છે. તેમણે મુંબઈના મલાડ ખાતેના તેમના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. સમીર શર્મા 'કહાની ઘર ઘર કી',  'યે રિશ્તે હૈ પ્યાર કે' સીરિયલમાં કામ કરી ચૂક્યા છે. 

44 વર્ષના સમીર શર્માએ બુધવારે મલાડ પશ્ચિમ સ્થિત નેહા સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. મલાડ પોલીસના જણાવ્યાં મુજબ સમીરે આ ફ્લેટ ફેબ્રુઆરી મહિનામાં ભાડે લીધો હતો. રાતે ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીર શર્માનું બોડી લટકતું જોયું હતું. આ મામલે પોલીસે જણાવ્યું કે તેમને બોડીની હાલત જોઈને એવી શંકા છે કે અભિનેતાએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી હશે. આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને બોડીને હાલ ઓટોપ્સી માટે મોકલી દેવાયું છે. સમીર શર્માનો મૃતદેહ ઘરના રસોડાની સિલિંગ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો. 

— ANI (@ANI) August 6, 2020

સમીર શર્માએ ટીવીની અનેક સીરિયલોમાં કામ કરેલુ છે. 'કહાની ઘર ઘર કી', 'યે રિશ્તે હૈ પ્યાર કે', 'લેફ્ટ રાઈટ લેફ્ટ', 'જ્યોતિ', 'ગીત હુઈ સબસે પરાઈ', 2612, 'દિલ ક્યા ચાહતા હૈ', વીરાનગલી, 'વો રહેનેવાલી મહેલો કી', આયુષ્યમાન ભવ, ઈસ પ્યાર કો ક્યા નામ દુ, એક બાર ફીર,માં જોવા મળ્યા હતાં. હાલ તેઓ સીરિયલ 'યે રિશ્તે હૈ પ્યાર કે' માં સૌર્યા મહેશ્વરીની ભૂમિકા ભજવી રહ્યાં હતાં. 

સમીરની ડેબ્યુ ફિલ્મ 'હસી તો ફસી' હતી. તેઓ મૂવી ઈત્તેફાકમાં પણ જોવા મળ્યા હતાં. સમીરે અનેક એડ અને મોડલિંગ અસાઈમેન્ટ્સ પણ કર્યા હતાં. તેઓ દિલ્હીમાં રહેતા હતાં. અભ્યાસ પૂરો કર્યા બાદ બેંગ્લોર શિફ્ટ થયા અને ત્યાં એડ એજન્સીમાં કામ કર્યું હતું. ત્યારબાદ સપના નગરી મુંબઈમાં અભિનયનું સપનું લઈને આવ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news