'કસોટી ઝિંદગી કી 2'માં કોમોલિકા ફાઇનલ! નામ જાણીને બે મિનિટ નહીં થાય વિશ્વાસ

એક સમયની સુપરહિટ સિરિયલની રિમેક બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે

'કસોટી ઝિંદગી કી 2'માં કોમોલિકા ફાઇનલ! નામ જાણીને બે મિનિટ નહીં થાય વિશ્વાસ

મુંબઈ : ‘કસોટી ઝિંદગી કી‘ના રિમેકની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આ રિમેકમાં પ્રેરણા બાસુનો રોલ એરિકા ફર્નાન્ડિસ ભજવી રહી છે. હાલમાં ચર્ચા હતી કે કોમોલિકાના રોલ માટે મધુરિમા તુલી અને હીના ખાન સાથે વાતચીત ચાલી રહી હતી પણ આખરે આ રોલ માટે અક્ષરાનો રોલ કરીને ફેમસ થયેલી હિના ખાનની પસંદગી કરી લેવામાં આવી છે. ‘કસોટી ઝિંદગી કી 2’માં હિના ખાન કોમોલિકાનો નકારાત્મક રોલ ભજવશે. મૂળ સિરિયલમાં ઉર્વશી ધોળકિયાએ કોમોલિકાનો રોલ કર્યો હતો અને ભારે લોકપ્રિયતા મેળવી હતી. હવે આ રોલમાં હિના ખાન પોતાના રંગ ભરશે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે આ સિરિયલમાં અનુરાગ બાસુનો રોલ કરવા માટે એક્ટર શરદ મલ્હોત્રાની પસંદગી કરી લેવામાં આવી છે. 

કસોટી ઝિંદગી કીની રિમેક માટે હિના ખાનની પસંદગી થઈ ગઈઆ હોવાના કારણે દર્શકોને તેનો અનોખો અંદાજ જોવા મળશે. આ સિરિયલમાં તે ખુંખાર વહુ તરીકે જોવા મળશે. જોકે ડાહી વહુ અક્ષરા તરીકે લોકપ્રિય હિના ખાનનું લડાયક રૂપ સલમાન ખાનના શો બિગ બોસમાં જોવા મળ્યું છે. 

Confirmed! Bigg Boss fame Hina Khan will play komolika in Ekta Kapoor’s Kasautii Zindagii Kay remake
કસોટી ઝિંદગી કીમાં પ્રેરણા બાસુને કોમોલિકાની એવી નજર લાગી છે કે તેની દુનિયા પડી ભાંગે છે. પ્રપંચના કારણે પ્રેરણાના લગ્ન તૂટી જાય છે અને કોમોલિકા પરિવારમાં વહુ બનીને જગ્યા મેળવ લે છે. મૂળ સિરિયલમાં કોમોલિકાના રોલને લોકોએ બહુ પસંદ કર્યો હતો. 17 વર્ષ પહેલાં શરૂ થયેલી મૂળ સિરિયલમાં સીઝેન ખાન, શ્વેતા તિવારી, રોનિત રોય, જેનિફર વિંગેટ, ગીતાંજલી ટીકેકર, શ્રિયા શર્મા અને ઉર્વશી ધોળકિયા જેવા કલાકારો જોવા મળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news