Video : રણવીર સિંહે જ્યારે રાખી સાવંતને કહી દીધું I Love You...

રણવીર સિંહે બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જાદૂ ચલાવી દીધો છે

Video : રણવીર સિંહે જ્યારે રાખી સાવંતને કહી દીધું I Love You...

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ રોજ અલગઅલગ કારણોસર ચર્ચામાં રહે છે. રણવીરે હાલમાં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં બધાનું દિલ જીતી લીધું છે. હાલમાં રણવીરે ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટા સાથે ઝી કેફેના ચેટ શોમાં પોતાના જીવનના અનેક રહસ્યો ખોલ્યા છે. 

રણવીરે જણાવ્યું કે તેનો 2AM ફ્રેન્ડ એનો ઇગો છે. રણવીરે જણાવ્યું કે એકવાર તે 'મિસ્ટર ઇન્ડિયા' ફિલ્મના બીજા પાર્ટ માટે અરૂણના ગેટઅપમાં કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના ઘરે પહોંચી ગયો હતો. રણવીરને લાગ્યું હતું કે ડિરેક્ટર શેખર કપૂર આ ફિલ્મના બીજા પાર્ટ માટે મિસ્ટર ઇન્ડિયાની શોધ કરી રહ્યા છે. રણવીરે આ ચેટ શોમાં હોસ્ટ કોમલ નાહટાને સવાલ કર્યો કે તેમના અત્યાર સુધીના ઇન્ટરવ્યૂમાં સૌથી ખરાબ સેલિબ્રિટી કોણ હતી ત્યારે કોમલ નાહટાએ રાખીનું નામ લીધું. જોકે, આ સાંભળીને રણવીરે તરત કહ્યું કે રાખી તો રોકસ્ટાર છે. આ સિવાય રણવીરે રાખીને આઇ લવ યુ પણ કહી દીધું હતું. 

હાલમાં 69માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'નું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું. આમાં હાજરી આપવા માટે આખી ટીમ જર્મની પહોંચી હતી. અહીં રણવીરે પોતાની ફિલ્મના ફેમસ ટ્રેક 'અપના ટાઇમ આએગા' પર લાઇવ પરફોર્મ કર્યું હતું. અહીં લોકોએ તેને વધાવી લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news