રાખી સાવંતે જાહેર કરી પોતાના લગ્નની તારીખ, કોને પરણવાની છે જોઈને ચોંકી જશો

બોલિવૂડમાં આઇટમ ગર્લ રાખી સાવંત વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતી છે

રાખી સાવંતે જાહેર કરી પોતાના લગ્નની તારીખ, કોને પરણવાની છે જોઈને ચોંકી જશો

મુંબઈ : બોલિવૂડની ચર્ચાસ્પદ આઇટમ ગર્લ રાખી સાવંતે પોતાના લગ્નની જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં પોતાના મેરેજનું કાર્ડ પણ પોસ્ટ કર્યું છે. રાખીએ બિગ બોસમાં પણ ભાગ લીધો હતો અને સમગ્ર સિઝનમાં ભારે વિવાદાસ્પદ સાબિત થઈ હતી. રાખીએ કાર્ડના માધ્યમથી કરેલી જાહેરાત પ્રમાણે તે આ વર્ષના છેલ્લા દિવસે 31 ડિસેમ્બરે દીપક કલાલ નામની વ્યક્તિ સાથે લોસ એન્જલસમાં લગ્ન કરવાની છે. 

કોણ છે દીપક કલાક?
રાખી સાથે લગ્ન કરવા માટે તૈયાર થનાર દીપક કલાક કાશ્મીરનો સોશિયલ મીડિયા સ્ટાર છે. મૂળ પુણેનો દીપક ફેસબુક, યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. આમ, દીપકને સોશિયલ મીડિયા સ્ટાર ગણી શકાય. 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

વિવાદોની રાણી
રાખી હંમેશા વિવાદોમાં ચમકતી રહે છે.  તાજેતરમાં રાખીએ મીડિયા સામે તનુશ્રીને ડ્રગ એડિક્ટ કહી દીધી હતી. રાખીનો આ વીડિયો જબરદસ્ત વાઇરલ બન્યો હતો અને આ વીડિયોના આધારે જ તનુશ્રીએ રાખી પર માનહાનિનો મુકદ્દમો દાખલ કરી દીધો હતો. થોડા સમય પહેલાં રાખીએ પોતાની ઇન્સ્ટાપોસ્ટમાં સ્તનનું દાન કરવાની જાહેરાત કરી હતી અને તેની આ જાહેરાત પણ વિવાદોનું કારણ બની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news