રાજકુમાર રાવ અને પત્રલેખાનો પૂરો થયો પ્રેમ, સામે આવી લગ્નની પહેલી તસવીરો
બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અને પત્રલેખા (Patralekhaa) 7 ફેરા લઇ એકબીજાના બની ગયા છે. સોમવારે બંને સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા અને તેમના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે
Trending Photos
નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અને પત્રલેખા (Patralekhaa) 7 ફેરા લઇ એકબીજાના બની ગયા છે. સોમવારે બંને સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા અને તેમના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે. રાજકુમાર રાવ અને પત્રલેખાએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો શેર કરી છે.
રાજકુમારે શેર કરી છે તસવીરો
રાજકુમાર રાવ (Rajkummar Rao) એ લગ્નનો ફોટો શેર કરતા લખ્યું, 'આખરે 11 વર્ષના પ્રેમ, મિત્રતા, રોમાન્સ અને મસ્તી પછી... મેં મારી કાયનાત સાથે લગ્ન કર્યા છે. મારી સોલમેટ, મારી સૌથી સારી મિત્ર, મારી ફેમિલી. આજે મારા માટે તમારા પતિ કહેવવા સિવાય બીજું કોઈ મોટું સુખ નથી. હંમેશ માટે અને તે પછી પણ…'
પત્રલેખાએ લખી આ વાત
ત્યારે પત્રલેખા એ તેના લગ્નની તસવીરો શેર કરતા લખ્યું, 'મેં આજે મારી કાયનાત સાથે લગ્ન કર્યા છે; મારો પ્રેમી, દરેક પ્રકારની શરારતમાં મારો સાથી, મારો પરિવાર, મારો સોલમેટ... છેલ્લા 11 વર્ષથી મારો શ્રેષ્ઠ મિત્ર! તમારી પત્ની બનવાથી મોટી વાત કંઈ નથી! આર અને હંમેશ-હંમે માટે.'
લાંબી છે બંનેની લવસ્ટોરી
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાની સગાઈનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં રાજકુમાર રાવ ઘૂંટણિયે બેસીને પત્રલેખાને વીંટી પહેરાવતો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બંનેની પ્રેમ કહાની ચાલી રહી હતી અને હવે આખરે બંને ફેરા લઈને કાયમ માટે એકબીજાના બની ગયા છે. ઘણી સેલિબ્રિટી કોમેન્ટ કરીને તેમને અભિનંદન આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે