આ બોલીવૂડ એક્ટ્રેસે જાહેરમાં કર્યું એલાન, કહ્યું- રાહુલ દ્રવિડ મારો...

રાહુલ દ્રવિડ ભલે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેતા, પરંતુ તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. હાલમાં એક બોલીવૂડ એક્ટ્રેસે આ વાતનો ખુલાસો કર્યો છે કે, રાહુલ દ્રવિડ તેનો પહેલો પ્રેમ છે.

આ બોલીવૂડ એક્ટ્રેસે જાહેરમાં કર્યું એલાન, કહ્યું- રાહુલ દ્રવિડ મારો...

નવી દિલ્હી: ભારતી ક્રિકેટના મહાન બેટ્સમેન અને ટીમ ઇન્ડિયા (Team India) માં હાલના કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભલે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતા નથી, પરંતુ તેમની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. હાલમાં એક બોલીવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) એ આ વાતનો ખુલાસો કર્યો છે કે, રાહલુ દ્રવિડ તેનો પ્રથમ પ્રેમ છે.

બોલીવૂડ એક્ટ્રેસનું જાહેરમાં એલાન
બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા (Richa Chadha) એ રાહુલ દ્રવિડને તેનો પહેલો પ્રેમ ગણાવ્યો છે. રિચા ચઢ્ઢાએ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, તે હવે ક્રિકેટને વધારે ફોલો તો કરતી નથી, પરંતુ ક્યારેક- ક્યારેક માત્ર રાહુલ દ્રવિડ (Rahul Dravid) ને જોવા માટે મેચ જોતી હતી.

રાહુલ દ્રવિડને કહ્યો પહેલો પ્રેમ
રિચા ચઢ્ઢાએ કહ્યું કે જ્યારથી રહાલુ દ્રવિડે સંન્યાસ લીધો છે. ત્યારથી તેમણે ક્રિકેટ જોવાનું બંધ કરી દીધું છે. ચઢ્ઢાએ કહ્યું, ''મારા બાળપણના દિવસોમાં હું ક્રિકેટની બહુ મોટી ફેન ન હતી. હા, મારો ભાઈ ક્રિકેટ રમતો હતો. એક સમય હતો જ્યારે હું ટીવી પર ક્રિકેટ મેચ જોતી હતી. મને રાહુલ દ્રવિડને રમતા જોવા ગમતું હતું. જ્યારે તેઓ ટીમમાંથી હટી ગયા, ત્યારથી મેં ક્રિકેટને ફોલો કરવાનું છોડી દીધું છે. મારો પહેલો પ્રેમ રાહુલ દ્રવિડ છે.''

ટીમ ઇન્ડિયાના હેડ કોચ છે રાહુલ દ્રવિડ
તમને જણાવી દઇએ કે, રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ઇતિહાસના મહાન બેટ્સમેનમાં સામેલ રહ્યા છે. રાહુલ દ્રવિડે ભારત માટે 164 ટેસ્ટ મેચમાં 13288 રન અને 344 વનડે માં 10889 રન બનાવ્યા છે. હાલમાં જ રાહુલ દ્રવિડને રવિ શાસ્ત્રીની જગ્યાએ ટીમ ઇન્ડિયાના નવા કોચ બનાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news