નવા ગીતમાં પેન્ટ પહેરવાનું ભૂલી ગયા પ્રિયંકા અને નિક, ગીતે રિલીઝ થતાં મચાવી ધૂમ

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને નિક જોનસ (Nick jonas)ના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર મોટાભાગે વાયરલ થતાં રહે છે. હવે તેમનું એક ગીત રિલીઝ થયું છે. તેમાં નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડા જોવા મળી રહી છે. વીડિયોમાં તેમની કેમેસ્ટ્રી જોવા જેવી છે. બંને વીડિયોમાં વ્હાઇટ શર્ટમાં જોવા મળી રહ્યા છે.

નવા ગીતમાં પેન્ટ પહેરવાનું ભૂલી ગયા પ્રિયંકા અને નિક, ગીતે રિલીઝ થતાં મચાવી ધૂમ

નવી દિલ્હી; પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને નિક જોનસ (Nick jonas)ના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર મોટાભાગે વાયરલ થતાં રહે છે. હવે તેમનું એક ગીત રિલીઝ થયું છે. તેમાં નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડા જોવા મળી રહી છે. વીડિયોમાં તેમની કેમેસ્ટ્રી જોવા જેવી છે. બંને વીડિયોમાં વ્હાઇટ શર્ટમાં જોવા મળી રહ્યા છે. બંનેએ શર્ટ અને મોજા પહેર્યા છે, પરંતુ પેન્ટ પહેર્યું નથી. પ્રિયંકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ ગીત 1980ના 'વ્હાઇટ એ મૈન ગોટા ડૂ'નું બીજું વર્જન છે. આ પહેલાં નિક જોનસે ઇંસ્ટાગ્રામ પર અને ટ્વિટર પર આ ગીતનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો. આ ગીત રિલીઝ થતાં લાખો લોકોએ તેને જોયું. લોકો પ્રિયંકા અને નિકની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

વાયરલ થઇ રહ્યો છે વીડિયો
આ પહેલાં પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનસનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડનો વીડિયો વાયરલ થયો હતો. આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા પિંક કલરના ડ્રેસમાં ડાયમંડ નેકલેસ પહેર્યો છે. તો બીજી તરફ નિક બ્લેક કોટ-પેન્ટમાં ખૂબ સ્માર્ટ લાગી રહ્યો હતો. આ વીડિયોમાં પ્રિયંકા અને નિક એકબીજાને કિસ કરે છે. ત્યારબાદ પ્રિયંકા નિકના હોઠો પરથી લિપસ્ટિક સાફ કરતી જોવા મળે છે. બંને એકબીજાની કેટલી કેર કરે છે. એ પણ આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. પ્રિયંકા અને નિકના પ્રેમનો સાક્ષી આ વીડિયો ફેન્સને ખૂબ ગમ્યો હતો. 

A post shared by NP LEGACY (@nplegacy1) on

તમને જણાવી દઇએ કે ડિસેમ્બરમાં જ પ્રિયંકા અને નિકને લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી હતી. 1 ડિસેમ્બર 2018ના રોજ પ્રિયંકા અને નિક લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. લગ્નનું એક વર્ષ પુરૂ થતાં એક વર્ષ પુરૂ થતાં ફેન્સની સાથે-સાથે સેલેબ્રિટીઝે પણ બંનેના શુભેચ્છા આપી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા તાજેતરમાં જ 'સ્કાઇ ઇઝ પિંક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ હતા. આ ફિલ્મ સફળ રહી ન હતી. આ પહેલાં પ્રિયંકા દેખાવવાની હતી સલમાન ખાનની ભારતમાં, પરંતુ પ્રિયંકાએ ફિલ્મ છોડે દીધી, જેના પર વિવાદ પણ થયો હતો. તો બીજી તરફ નિકની વાત કરીએ તો તે તાજેતરમાં જ 'જુમાનજી'માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિક પોતાના સ્ટેજ પરફોમન્સમાં વ્યસ્ત રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news