રેખાના ગીત પર નોરા ફતેહીએ મચાવી ધમાલ, યુટ્યૂબ પર 2 કરોડથી વધુ લોકોએ જોયો VIDEO 

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સૂતરિયાના મોસ્ટ અવેટેડ ફિલ્મ મરજાવાનું એક ગીત 'એક તો કમ જિંદગાની' રિલીઝ થતા જ પહેલા દિવસે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ ગીતની ખાસ વાત એ છે કે ગીતમાં નોરા ફતેહી કમાલનો ડાન્સ કરી રહી છે. લોકો ફરીએકવાર નોરાના ડાન્સના દીવાના થઈ ગયા છે. ટીસીરિઝ દ્વારા 10 ઓક્ટોબરે રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધી 2 કરોડથી વધુ લોકોએ જોઈ લીધુ છે. 
રેખાના ગીત પર નોરા ફતેહીએ મચાવી ધમાલ, યુટ્યૂબ પર 2 કરોડથી વધુ લોકોએ જોયો VIDEO 

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સૂતરિયાના મોસ્ટ અવેટેડ ફિલ્મ મરજાવાનું એક ગીત 'એક તો કમ જિંદગાની' રિલીઝ થતા જ પહેલા દિવસે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ ગીતની ખાસ વાત એ છે કે ગીતમાં નોરા ફતેહી કમાલનો ડાન્સ કરી રહી છે. લોકો ફરીએકવાર નોરાના ડાન્સના દીવાના થઈ ગયા છે. ટીસીરિઝ દ્વારા 10 ઓક્ટોબરે રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધી 2 કરોડથી વધુ લોકોએ જોઈ લીધુ છે. 

અત્રે જણાવવાનું કે આ ગીતને મશહૂર અભિનેત્રી રેખાના જન્મદિવસે રિલીઝ કરાયું હતું કારણ કે નોરાનું આ ગીત રેખાના અત્યંત લોકપ્રિય ગીત એક કદમ જીંદગાનીનું રીમેક વર્ઝન છે. આ ગીતમાં નોરા એકવાર ફરીથી પોતાના એનર્જિટિક અવતારમાં જોવા મળી રહી છે. વ્હાઈટ ડ્રેસમાં નોરાનો અંદાજ એકદમ કાતિલ જોવા મળી રહ્યો છે. તેના ડાન્સ મૂવ્ઝ પણ જોરદાર છે. નોરાનું આ ગીત મરજાવા ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મને મિલાપ ઝવેરીએ ડાઈરેક્ટ કરી છે અને તેમાં રિતેશ દેશમુખ એક ઠિંગુજી વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ મરજાવા 22 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. 

જુઓ VIDEO

આ ઉપરાંત નોરા ફતેહી વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નોરા આ ફિલ્મમાં ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news