એક્ટર-પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી કોરોના પોઝિટિવ, થયો હોમ ક્વોરેન્ટાઇન


Nikhil dwivedi tests positive for covid-19: બોલીવુડ એક્ટર અને પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી કોવિડ-19 પોઝિટિવ થયો છે. હકીકતમાં નિખિલ દ્વિવેદીને પોતાના સ્વાદમાં ગડબડ લાગી તો તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
 

એક્ટર-પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી કોરોના પોઝિટિવ, થયો હોમ ક્વોરેન્ટાઇન

મુંબઈઃ કોરોના વાયરસ એકવાર ફરી ઝડપથી ફેલાય રહ્યો છે અને લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. હાલમાં બોલીવુડ એક્ટર અને પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી કોવિડ-19 પોઝિટિવ થયો છે. હકીકતમાં નિખિલ દ્વિવેદીને પોતાના સ્વાદમાં ગડબડ લાગી તો તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

પત્ની ગૌરી કોરોના નેગેટિવ
નિખિલ દ્વિવેદીએ ખુદને હોમ ક્વોરેન્ટીન કરી લીધા છે. તો તેમની પત્ની ગૌરી સ્વસ્થ છે અને તેનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નિખિલ દ્વિવેદીએ કહ્યુ, મારો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ ક્વોરેન્ટાઈન છું અને આરામ કરી રહ્યો છું. 

અભિનેતા સલમાન ખાને કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ  

નિખિલ દ્વિવેદીના પ્રોજેક્ટ
વર્કફંટની વાત કરીએ તો નિખિલ દ્વિવેદી હાલમાં હંસલ મેહતાની વેબ સિરીઝ 'સ્કેમ 1992'મા જોવા મળ્યો હતો. તેણે હાલમાં ત્રણ ફિલ્મોની રિલીઝની જાહેરાત કરી છે, જેમાં શ્રદ્ધા કપૂરને નાગિનના રૂપમાં દેખાડવામાં આવશે. આ ફ્રેન્ચાઇઝી શ્રદ્ધા કપૂરની નાગિન વાળી ભૂમિકા પર કેન્દ્રીત હશે. નિખિલ દ્વિવેદી એકતા કપૂર અને રિયા કપૂરની સાથે ફિલ્મ 'વીરે દી વેડિંગ'નો કો-પ્રોડ્યૂસર હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મની સીક્વલનું પ્લાનિંગ કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news