તમન્ના ભાટિયાના લગ્ન વિશે આવ્યા મોટા સમાચાર અને પછી...

ફિલ્મ હિમ્મતવાલા, હમશકલ્સ જેવી ફલોપ ફિલ્મોનો ટેગ એવી અભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલી : ધ બિગનિંગથી સુપરહિટ થઇ ગઇ છે

તમન્ના ભાટિયાના લગ્ન વિશે આવ્યા મોટા સમાચાર અને પછી...

મુંબઈ : ‘બાહુબલી’થી સારી એવી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ટૂંક સમયમાં અમેરિકન ડોક્ટર સાથે લગ્ન કરી રહી હોવાની ચર્ચા છે. જોકે આ મામલામાં તમન્નાએ કહ્યું છે કે હાલ હું હાલ સિંગલ રહીને ખુશ છું અને મારા માતા-પિતા કોઈ યુવકને જોયો નથી. તમન્નાએ જણાવ્યું હતું કે પહેલાં એક્ટર, પછી ક્રિકેટર અને પછી કોઈ ડોક્ટર. આ અફવાઓથી એવું લાગે છે પતિ ખરીદવા માટે શોપિંગ પર નીકળી છુંય

તમન્નાએ કહ્યું હતું કે, મને પ્રેમમાં હોવું પસંદ છે, પરંતુ આ અહેવાલોને પ્રોત્સાહન નહીં આપું. આ વાત મારી પર્સનલ લાઈફ સાથે જોડાયેલી હોય ત્યારે. હું સિંગલ તરીકે ખુશ છું અને માતા-પિતા હાલ મારા માટે યુવકની શોધ કરી રહ્યાં નથી.

ફિલ્મ હિમ્મતવાલા, હમશકલ્સ જેવી ફલોપ ફિલ્મોનો ટેગ એવી અભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલી : ધ બિગનિંગથી સુપરહિટ થઇ ગઇ છે. રણવીર સિંહ સાથે ચિંગ દેશી ચાઇનીઝની જાહેરાત કરનાર તમન્ના ભાટિયા હવે હનીમૂન પર એકલી જવાની છે. દિગ્દર્શક વિકાસ બહલની ફિલ્મ કવીનની તમિલ રિમેક બનવાની છે જેમાં તમન્ના ભાટિયા લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ કવીનમાં લીડ રોલ કંગના રનૌતે કર્યો હતો અને બી-ટાઉન સહિત દર્શકોએ ફિલ્મમાંના કંગનાના અભિનયની ખૂબ જ પ્રશંસા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news