હાલની ફિલ્મોનું સંગીત ફ્લોપ: 90ના દાયકાના ગીતો જ મચાવી રહ્યા છે ધૂમ

આ ફિલ્મ 25 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે પહેલાની કૂલી નંબર -1 બનાવી હતી.

હાલની ફિલ્મોનું સંગીત ફ્લોપ: 90ના દાયકાના ગીતો જ મચાવી રહ્યા છે ધૂમ

જનક સુતરિયા, અમદાવાદ: 90ના ગીતો આજે પણ એટલા જ હિટ છે. નદીમ શ્રવણ-જતીન લલીત,અન્નુ મલિક ,આનંદ મિલીંદ જેવા સંગીતકારાએ 25 વરસ સુધી શાનદાર સંગીત આપ્યું છે. પરંતુ હવે જે સંગીત પીરસાઈ રહ્યું છે. એટલે કે જે ગીતો આવી રહ્યા છે. એ સવારે આવે અને સાંજે તો ભુલાઈ જાય એવા હોય છે.

આજે આપણે વાત કરી રહ્યા છીએ કુલી નં-1ની રીમેકમાં આવેલા હુસ્ન હૈ સુહાના ..ઈશ્ક હૈ દિવાના .. ગીતની. 1995માં રિલીઝ થયેલી ગોવિંદા અને કરિશ્માની ફિલ્મ કુલી નં-1નું આ સુપર ડુપર હિટ ગીતહુસ્ન હૈ સુહાના ..ઈશ્ક હૈ દિવાના .. ગીત પર વરૂણ અને સારા ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.

પરંતુ સવાલ એ છે કે, આ ગીત તો સુપરહિટ હતું. પરંતુ હાલમાં ફરીથી લોકોના હોઠે ચઢી ગયુ છે. પરંતુ સવાલ એછે કે છેલ્લા પાંચ વર્ષમાં બોલીવુડના સંગીતમાં 90ના દાયકાના હિટ ગીતોને રીમેક કરીને આજની પેઢીને પીરસવામાં આવી આવી રહ્યા છે. અને એ જ ગીતો ધૂમ મચાવી રહ્યા છે. જોકે, રીમેકમાં કેટલાક ગીતોની વાટ પણ લગાવી દેવામાં આવે છે.

કયુ ગીત સુપરહિટ રહ્યું 
આંખ મારે વો લડકા આંખ મારે ..આ ગીત પણ સારી રીતે રીમેક કરીને આજે પણ લગ્ન અને પાર્ટીમાં ધુમ મચાવી રહ્યું છે. 

તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત 
હાલાકી મોહરા ફિલ્મનું આ ગીતનું રીમેક  થયું પરંતુ ના થયું હોત તો વધારે સારૂ હોત .

આજે આ ગીત ધુમ મચાવી રહ્યું છે. વરૂણ અને સારા મસ્ત મજાનો ડાન્સ કરી રહ્યા છે. પરંતુ જેને ગોવિંદા અને કરિશ્માનો ડાન્સ જોયો હશે તેને આ ગીત પંસદ ઓછું આવશે.

ફિલ્મમાં પરેશ રાવલ સારા અલી ખાનના પિતાની ભૂમિકા નિભાવી રહ્યો છે, અને વરૂણ ધવન કૂલી બની ગયા છે. આ સિવાય વરુણ ઘણા જુદા જુદા પાત્રોમાં પણ જોવા મળશે. ફિલ્મના ગીતો એકદમ જોવાલાયક લાગે છે પરંતુ કેટલાક ગીતો જૂની ફિલ્મ કુલી નંબર 1 નો રિમેક છે. આ ફિલ્મ 25 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે પહેલાની કૂલી નંબર -1 બનાવી હતી.

1995 માં આવી હતી પ્રથમ કુલી નંબર વન
1995 ની ફિલ્મ કુલી નંબર -1 માં કુલીની ભૂમિકા અભિનેતા ગોવિંદાએ ભજવી હતી. જે નવી કુલી નંબર -1 માં વરુણ ધવન ભજવી રહ્યો છે, સારા અલી ખાન કરિશ્મા કપૂરનું પાત્ર ભજવી રહી છે. આ સિવાય કાદર ખાનની જગ્યાએ પરેશ રાવલ, સદાશિવ અમરાપુરકર તરીકે જાવેદ જાફરી, હર્ષકુમાર તરીકે સાહિલ વેદ, શક્તિ કપૂર તરીકે રાજપાલ યાદવ અને ટીકુ તલસાનીયા તરીકે જોની લિવરનો સમાવેશ થયો છે. જૂની ફિલ્મ સુપરહિટ હતી અને કુલીની ભૂમિકામાં ગોવિંદાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. 25 ડિસેમ્બરે ગોવિદાની સુપરહિટ ફિલ્મની રીમેક રિલીઝ થઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news