નેહા ધૂપિયાએ શેયર કરી દીકરીની પહેલી તસવીર, નામ પાડ્યું છે...

એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદીએ પોતાની દીકરીનું નામ પાડી દીધું છે

નેહા ધૂપિયાએ શેયર કરી દીકરીની પહેલી તસવીર, નામ પાડ્યું છે...

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ બે દિવસ પહેલા 18 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. હવે નેહાએ દીકરીને પહેલી તસવીર પોસ્ટ કરી છે. આટલું જ નહીં નેહાએ પોસ્ટમાં લખ્યું છે કે, દુનિયા તેને તેની દીકરી મેહર ધૂપિયા બેદીના નામથી ઓળખશે. નેહા અને અંગદે દીકરી માટે પર્સિયન નામ પસંદ કર્યું છે, જેનો મતલબ ‘કૃપા’ થાય છે.

નેહાએ દીકરીના પગનો ફોટો શેર કર્યો છે જેમાં તે ટોઝ પહેરેલી જોવા મળી રહી છે. તેના ટોઝ પર લખ્યું છે કે, Hello World. આ સાથે જ નેહાએ દીકરીના નામનો પણ ખુલાસો કર્યો છે. જેવી જ નેહાએ દીકરીની તસવીર શેર કરી સોશિયલ મીડિયા પર ફેન્સ તેને આશીર્વાદ આપવાનું શરૂ કરી દીધું હતું.

એક્ટ્રેસ નેહા ધુપિયા અને અંગદ બેદીએ મે મહિનામાં સિક્રેટ વેડિંગ કર્યા હતા ત્યારે ચર્ચા હતી કે નેહા પ્રેગનન્ટ હોવાથી તાત્કાલિક લગ્ન કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આખરે આ મામલે ખુલાસો થઈ ગયો છે. નેહાના પતિ અંગદે એક ટોક શોમાં સ્વીકારી લીધું છે કે નેહા તેના લગ્ન પહેલાં પ્રેગનન્ટ થઈ ગઈ હતી. નેહાના લગ્ન વખતે નેહાના પિતાએ આ ચર્ચાને અફવા ગણાવી હતી અને અંગદ તેમજ નેહાને આ વાત સ્વીકારતા સારો એવો સમય લાગ્યો છે. અંગદ બેદીએ નેહાના ટોક શો 'નો ફિલ્ટર નેહા'માં આ હકીકત જણાવી છે.  

જોકે અંગદ પોતાની પત્ની નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહામાં પહોંચ્યા અને પોતાની કેટલીક પર્સનલ વાતો શેર કરી જે હજુ સુધી તેણે નેહાને પણ જણાવી ન હતી. આ શોમાં તેણે પોતાના લગ્નની સંબંધ પર વાત કરી અને સ્વીકાર્યું કે લગ્ન પહેલા નેહા પ્રેગ્નેન્ટ હતી. તેણે જ્યારે આ વાત નેહાના માતા પિતાને જણાવી તો તે શોકને કારણે ચુપ થઈ ગયા અને બાદમાં ખૂબ જ નારાજ થયા. અંગદે કહ્યું કે, ત્યાર બાદ તેના પર ગુસ્સા પણ થયા. અંગદે આગળ કહ્યું કે, મને નથી લાગતું કે, તેઓ આ સમાચાર માટે તૈયાર હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news