બોલીવુડ ડ્રગ્સ કેસમાં સારા અને શ્રદ્ધા ને સમન્સ મોકલશે NCB, સામે આવી WhatsApp ચેટ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલમાં પોતાની તપાસનો ઘેરાવો વધારતો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) બોલીવુડ અભિનેત્રીઓ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ મટે સમન્સ મોકલશે.

બોલીવુડ ડ્રગ્સ કેસમાં સારા અને શ્રદ્ધા ને સમન્સ મોકલશે NCB, સામે આવી WhatsApp ચેટ

નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલમાં પોતાની તપાસનો ઘેરાવો વધારતો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) બોલીવુડ અભિનેત્રીઓ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ મટે સમન્સ મોકલશે. સૂત્રોએ જણાવ્યું કે આ અઠવાડિયે સારા, શ્રદ્ધા અને ઘણા અન્યને પૂછપરછ માટે સમન્સ મોકલશે. 

વાયરસ થઇ વોટ્સઅપ ચેટ
એનસીબી (NCB) ની તપાસમાં કેટલાક બોલીવુડ સ્ટારના વોટ્સએપ મેસેજ સામે આવ્યા છે. તેમાં કેટલાક એકટ્રેસનું નામ પણ છે. ચેટમાં ડ્રગ્સ લેવાની વાતચીત થઇ છે. આ વોટ્સએપ મેસેજની તપાસ જલદી થશે. એનસીબી સૂત્રોના અનુસાર આ ચેટ શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર અને સુશાંત સિંહના ટેલેન્ટ મેનેજર રહેલી જયા શાહના ચેટ છે.  


NCB કરશે સારા-શ્રદ્ધા સાથે પૂછપરછ
સારા અલી ખાનએ સુશાંત સિંહ રાજપૂત સાથે 'કેદારનાથ'માં કામ કર્યું હતું, જ્યારે શ્રદ્ધાએ દિવંગત અભિનેતા સાથે 'છિછોરે'માં કામ કર્યું હતું. એનસીબીના એક સૂત્રએ કહ્યું કે ડ્રગ્સ કાનૂન ઇડી એજન્સીને આ અભિનેત્રીઓને પાર્ટીઓ માટે ઘણીવાર પૂણે પાસે એક આઇલેન્ડ જવા વિશે ખબર પડ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એનસીબી (NCB) એ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેમના ભાઇ શોવિક ચક્રવર્તી, સુશાંતના અંગત કર્મચારી દીપેશ સાવંત અને ઘણા અન્યને ડ્રગ્સની ખરીદી અને ટ્રાંસપોર્ટિંગના કેસમાં ધરપકડ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news