શાહિદ-મીરાનું બીજું બાળક જન્મ પહેલાં જ ચર્ચામાં, નામ વિશે આવ્યા મોટા સમાચાર

શાહિદ અને મીરા પહેલાં પણે મીશા નામની દીકરીના પેરેન્ટ્સ છે

શાહિદ-મીરાનું બીજું બાળક જન્મ પહેલાં જ ચર્ચામાં, નામ વિશે આવ્યા મોટા સમાચાર

મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને મીરા રાજપૂત ટૂંક સમયમાં બીજી વખત માતા-પિતા બનવાના છે. શાહિદ અને મીરાના બીજા બાળકના નામની ચર્ચા અત્યારથી ચાલી રહી છે. શાહિદે પોતાના પહેલા સંતાન મીશાનું નામ મીરા અને શાહિદના પહેલા અક્ષર પરથી પાડ્યું છે. આ સંજોગોમાં ચાહકો બીજા બાળકના જન્મ પહેલાંથી જ એનું નામ શું હશે એની ચર્ચા કરવા લાગ્યા છે. 

હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં મીરાએ પોતાના બાળકના નામ વિશે વાત કરી. તેણે કહ્યું, અમે હજુ સુધી બાળકનું નામ ફાઈનલ નથી કર્યું. પરંતુ અમે લોકો પાસેથી આ વિશે અભિપ્રાય જરૂર જાણવા ઈચ્છીશું. મીશા નામ શાહીદની પસંદ હતી. આથી આ વખતે મને નામ સિલેક્ટ કરવાની તક મળશે.

બોલિવૂડ એક્ટર શાહિદ અને મીરાના લગ્ન 7 જુલાઈ, 2015 પર ગુડગાંવમાં થયા હતા. મીશાનો જન્મ 26 ઓગસ્ટ 2016 પર થયો હતો. શાહિદ કપૂર આ સમયે પોતાની આગામી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલૂ’ના રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ મુખ્ય રોલમાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news