Boney Kapoor એ જાહેરમાં કર્યું એવું કામ કે, બધાની વચ્ચે જાન્હવી થઈ ગઈ ગુસ્સે

 તાજેતરમાં બન્યું એવું કે જાન્હવી કપૂર તેમના પિતા બોની કપૂર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ તેમના પિતાને લઈને ઘણી રક્ષણાત્મક દેખાતી હતી. પરંતુ હા... જાહન્વીની આ સ્ટાઈલ તેમના પ્રશંસકોને ખુબ જ પસંદ પડી રહી છે. 

Boney Kapoor એ જાહેરમાં કર્યું એવું કામ કે, બધાની વચ્ચે જાન્હવી થઈ ગઈ ગુસ્સે

નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી જાન્હવી કપૂર (Janhvi Kapoor) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જાન્હવી દરરોજ પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોની સાથે શેર કરતી રહે છે, જેના પર ચાહકો તેમનો પ્રેમ વરસાવે છે. તાજેતરમાં બન્યું એવું કે જાન્હવી કપૂર તેમના પિતા બોની કપૂર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ તેમના પિતાને લઈને ઘણી રક્ષણાત્મક દેખાતી હતી. પરંતુ હા... જાહન્વીની આ સ્ટાઈલ તેમના પ્રશંસકોને ખુબ જ પસંદ પડી રહી છે. 

પિતાને લઈને જાન્હવી ખુબ ચિંતા કરે છે
હાલના સમયમાં જાન્હવી કપૂર અને પિતા બોની કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બંને પિતા-પુત્રીનો આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે. આ દરમિયાન જ્યારે બોની કપૂર પાપારાઝી માટે કેમેરા સામે પોઝ આપતી વખતે પોતાનું માસ્ક ઉતારે છે, ત્યારે જાહ્નવી તેમને આમ કરવાથી રોકે છે અને ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આવી ખોટી સલાહ ન આપો.

જાન્હવીએ પાપારાઝીને આપ્યો ઠપકો
સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જ્યારે જાન્હવી (Janhvi Kapoor)  તેમના પિતા બોની કપૂર સાથે એરપોર્ટથી બહાર નીકળે છે, ત્યારે પાપારાઝી તેમને પોઝ આપવા વિનંતી કરે છે. આ દરમિયાન જ્યારે બોની કપૂર પોતાનું માસ્ક ઉતારવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેમની પુત્રી જાન્હવી તેમનો હાથ પકડીને તેમને આવું ન કરવા જણાવે છે. એરપોર્ટ પર હાજર પાપારાઝી કહે છે - ઓહ કંઇ થશે નહીં. ફોટોગ્રાફરોની આ વાત સાંભળ્યા બાદ જાન્હવી ગુસ્સે થઈ જાય છે અને જણાવે છે કે- આવી ખોટી સલાહ ન આપો.

બોલિવુડ અભિનેત્રી  જાન્હવીની ફિલ્મો
જાન્હવી કપૂર (Janhvi Kapoor)આ રીતે તેમના પિતાનું ધ્યાન રાખી રહી છે. જાન્હવીની માતા શ્રીદેવીના નિધન બાદ તેઓ કેવી રીતે તેમના પિતાની સાર સંભાળ રાખે છે. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ 'રૂહી'માં જોવા મળી હતી. જ્હાનવી પાસે હવે ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ ફિલ્મોમાં ગુડ લક જેરી અને દોસ્તાના 2 જેવા નામ પણ સામેલ છે. બંને ફિલ્મોમાં જ્હાનવી એક રસપ્રદ પાત્ર ભજવતી જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news