VIDEO મલાઈકાએ પહેર્યો જબરદસ્ત બોલ્ડ સ્કિનટાઈટ ડ્રેસ, અભદ્ર ટિપ્પણીઓનો થયો વરસાદ 

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે તે પોતાની  ફિટનેસ અને મોડલિંગ સંબંધિત વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. 

VIDEO મલાઈકાએ પહેર્યો જબરદસ્ત બોલ્ડ સ્કિનટાઈટ ડ્રેસ, અભદ્ર ટિપ્પણીઓનો થયો વરસાદ 

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે તે પોતાની  ફિટનેસ અને મોડલિંગ સંબંધિત વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હવે મલાઈકાની કેટલીક તસવીરો અને વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. જે તેણે પોતે તો શેર નથી કર્યાં પરંતુ ચર્ચામાં છે. આ તસવીરોમાં મલાઈકા જીમ લૂકમાં જોવા મળી રહી છે. તેણે સ્કિન કલરનો બોડીસૂટ પહેર્યો છે. મલાઈકાનો એક વીડિયો વિરલ ભાયાણીએ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મલાઈકા તેની કારમાંથી ઉતરીને જીમ તરફ જઈ રહી છે. ત્યારે ફોટોગ્રાફર્સ તેને તસવીરો માટે કહે છે તો મલાઈકા પાછળ વળીને પોઝ પણ આપે છે. અત્રે જણાવવાનું કે મલાઈકાની જેમ જ સ્કિન ટાઈટ આઉટફિટમાં કેટરીના પણ જોવા મળી ચૂકી છે. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

મલાઈકાની આ તસવીરો પર લોકો અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે અત્યાર સુધીનું સૌથી ખરાબ આઉટફિટ, એક યૂઝરે લખ્યું કે સસ્તી કિમ કરદર્શિયન, એકે  લખ્યું કે બેશર્મ કઈંક તો ઉમરને ધ્યાન રાખ. કેટલાકે મલાઈકાની ફિટનેસના વખાણ પણ કર્યાં. એક યૂઝરે લખ્યું કે મલાઈકા પાસે શાનદાર બોડી છે. તે ખુબ સુંદર લાગે છે. 

આમ તો 46ની ઉંમરે પણ મલાઈકા પોતાની ફિટનેસને લઈને ખુબ સજાગ રહે છે. તે જીમની સાથે સાથે યોગ પણ કરે છે. પોતાની એક્સસાઈઝને લઈને તે ખુબ રેગ્યુલર છે. મલાઈકાએ યોગ સ્ટુડિયો પણ ખોલ્યો છે. 

A post shared by Bollywood Fashion Glitz (@bollywoodfashionglitz) on

પર્સનલ લાઈફની વાત કરીએ તો મલાઈકાએ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા છે. તેનો એક પુત્ર છે અરહાન ખાન. આ સાથે જ તે હાલ અર્જૂન કપૂરને પણ ડેટ  કરી રહી છે. અર્જૂન અને મલાઈકા બંને સોશિયલ મીડિયા પર પોતાના સંબંધો ઓફિશિયલ કરી ચૂક્યા છે. બંનેના લગ્નને લઈને પણ અટકળો થઈ રહી છે. પરંતુ તેની કોઈ ઔપચારિક જાહેરાત હજુ થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news