પતિની એક્સ વાઇફ અમૃતા સિંહ વિશે કરીના કપૂરે કર્યો મોટો ખુલાસો 

કોફી વિથ કરણ સિઝન 6ના ફિનાલે એપિસોડમાં મહેમાન તરીકે કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપડા પહોંચ્યા હતા

પતિની એક્સ વાઇફ અમૃતા સિંહ વિશે કરીના કપૂરે કર્યો મોટો ખુલાસો 

નવી દિલ્હી : કોફી વિથ કરણની સિઝન 6ના ફિનાલે એપિસોડમાં કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપડા મહેમાન બનને પહોંચ્યા હતા. આ દરમિયા બંનેએ અનેક રહસ્યોનો પર્દાફાશ કર્યો છે. કરીનાએ એપિસોડમાં મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે અફેયર ચાલતું હોવાની વાત સ્વીકારી હતી. કરીનાએ કાર્તિક આર્યન અને સારા અલી ખાન વિશે પણ ચર્ચા કરી હતી. કરીનાએ ખુલાસો કર્યો છે કે તેઓ બહુ જલ્દી એક બિગ બજેટ ફિલ્મમાં એકસાથે જોવા મળશે. 

આ શોમાં કરણ જોહરે એક્ટ્રેસ કરીનાને તેના અને સૈફ અલી ખાનની એક્સ પત્ની અમૃતા સિંહ વચ્ચેના સંબંધો વિશે સવાલ કર્યો. આ સવાલનો જવાબ આપતા કરીનાએ કહ્યું કે 'સૈફ અલી ખાન સાથેના લગ્ન પછી હું એકવાર પણ અમૃતા સિંહને નથી મળી. હું તેનો બહુ આદર કરું છું. મારી અને તેની મુલાકાત કભી ખુશી કભી ગમ દરમિયાન થઈ હતી. હકીકતમાં સૈફની દીકરી સારા મારી મોટી ફેન હતી અને તે સારાની મારી સાથે મુલાકાત કરાવવા માટે તેને લઈને આવી હતી. સૈફના બંને બાળકોનો ઉછેર અમૃતાએ કર્યો છે અને સમગ્ર વાતની ક્રેડિટ અમૃતાને જાય છે.' 

હાલમાં સારા અલી ખાને બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન સારાએ માહિતી આપી હતી કે તે તેની માતા અમૃતાની બે ફિલ્મો ચમેલી કી શાદી અને આઇનાની રિમેકમાં કામ કરવા ઇચ્છું છું. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ચમેલી કી શાદીમાં તેમનું કોમિક ટાઇમિંગ અને માસુમિયત કમાલના હતા. આ સાથે મને આઇનાની રિમેકમાં પણ કામ કરવું ગમશે. આ ફિલ્મમાં તેઓ લિડિંગ લેડી નહોતા પણ આમ છતાં તેમનો રોલ એટલો મજબુત હતો કે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news