ઐશ્વર્યાની નાની બહેનનો પણ સુંદરતામાં નથી કોઈ મુકાબલો, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી થઈ ગઈ ગાયબ

ટેલેન્ટેડ હોવા છતાં માત્ર એક ફિલ્મની ઓળખ બની ગઈ આ અભિનેત્રી, બે સંતાનોની માતાનો સુંદરતામાં નથી કોઈ મુકાબલો. ઐશ્વર્યા રાય બચ્ચનની નાની બહેનને કેમ થઈ જવું પડ્યું ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ એ કહાની પણ જાણવા જેવી છે.

ઐશ્વર્યાની નાની બહેનનો પણ સુંદરતામાં નથી કોઈ મુકાબલો, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી થઈ ગઈ ગાયબ

નવી દિલ્લીઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક એવી દુનિયા જ્યા આવવા માટે અને ટકવા માટે ન જાણે દરરોજ કેટલા યુવાઓ પગના જૂતા ઘસી દેતા હશે. રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન હોય કે પછી નરગીસ, હેમા માલિની, માધુરી દીક્ષિત કે કાજોલ સહિત આ બધા કલાકારોએ ભારતના લાખો દર્શકોના દિલોમાં એવી છાપ છોડી કે યુવક-યુવતીઓમાં સિલ્વર સ્ક્રીન પર ચમકવાની તાલાવેલી થવા લાગી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક કલાકારો આવ્યા, કેટલાકને સફળતા મળી તો કેટલાક પર ફલોપનો સિક્કો લાગી ગયો તો કેટલાક એવા કલાકાર પણ છે જે માત્ર એક ફિલ્મથી રાતોરાત સ્ટાર બન્યા પરંતું ટેલેન્ટ હોવા છતાં તેઓ લાંબી રમત રમી ન શક્યા.

No description available.

બોલિવુડમાં એવા તો ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જેઓની પહેલી કે બીજી ફિલ્મે ધમાલ મચાવી હોય અને ત્યારે બધાને લાગ્યું કે આ કલાકાર તો ખૂબ આગળ વધશે પરંતું કદાચ તેમના નસીબમાં સ્ટાર બનવાનું લખ્યું નથી હોતું. આવી જ એક અભિનેત્રી છે જેનું નામ છે જિવીધા શર્મા... જિવીધા શર્મા હાલ આ નામ કોઈ સાંભળે તો મોટાભાગના લોકો માથું ખંજવાળે પરંતું એમ કહીએ કે આ એક્ટ્રેસ છે 'યે દિલ હે આશિકાના' ફિલ્મની એક્ટ્રેસ છે તો તમારા મગજમાં ફિલ્મના સુપરહિટ ગીતો અને સુંદર ચહેરો સામે આવી જશે.

જિવીધા શર્માએ કર્યુ ધમાકેદાર ડેબ્યૂ:
અભિનેત્રી જિવીધા શર્મા જેને મેઈન લીડ તરીકે વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'યે દિલ આશિકાના'માં કામ કર્યું. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને ધમાલ મચાવી. ફિલ્મ તેની વાર્તા કરતા તેના ગીતોના કારણે ખૂબ ચર્ચામાં રહી. ફિલ્મના ટાઈટલ ટ્રેકથી લઈને બધા ગીતો સુપરહિટ રહ્યા. ફિલ્મના હિરો-હિરોઈન પણ ફ્રેશ ઓનસ્ક્રીન કપલ હતા જે યુવાઓમાં રાતોરાત હિટ થઈ ગયા. ફિલ્મમાં જિવીધાના અભિનયની નોંધ લેવાઈ હતી. જિવીધાની સુંદરતા, તેના હોઠ નીચેના તલ અને નિખાલસ ચહેરાના લોકો દિવાના થઈ ગયા હતા.

બોલિવુડમાં ન મળ્યું કામ:
જિવિધા શર્માએ એ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેઈન લીડ તરીકે ડેબ્યૂ કર્યુ જ્યારે એશ્વર્યા રાય બચ્ચન, પ્રીતિ ઝીન્ટા, રાની મુખર્જી જેવી અભિનેત્રીઓનો દબદબો હતો.  તે સમયે કરિના કપૂર, અમીષા પટેલ જેવી અભિનેત્રીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવવા મહેનત કરી રહી હતી. આવા સમયે જિવિધા શર્માને ફિલ્મોમાં કામ જ ન મળ્યું.

No description available.

સાઉથ-પંજાબી ફિલ્મો તરફ વળી જિવીધા:
પહેલી સુપરહિટ ફિલ્મ હોવા છતાં જિવીધાને બોલિવુડમાં કામ ન મળ્યું. જિવીધાએ તેલુગુ ફિલ્મ 'યુવારત્ના'માં કામ કર્યું. જિવીધાએ ત્યારબાદ પંજાબી એકટર ગુરુદાસ માન સામે 'મિની પંજાબ' ફિલ્મ સાથે પંજાબી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. જિવીધાએ યાર અનમુલે, દિલ લે ગઈ કુડી પંજાબ દી, લાયન ઓફ પંજાબ અને 'દિલ સાડ્ડા લુટિયા ગયા' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું.

ઐશ્વર્યા રાયની બહેન બની:
બહુ ઓછા લોકો જાણતા હશે કે જિવીધા શર્માએ સુભાષ ઘાઈની ફિલ્મ 'તાલ' માં નાનકડો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જિવીધાએ એશ્વર્યા રાયની નાની બહેનનો રોલ કર્યો હતો. આ અભિનેત્રી તાલ ફિલ્મના ગીત તાલ સે 'તાલ મિલા'માં જોવા મળી હતી. જિવીધાનો રોલ ભલે નાનો હતો પરંતું તેને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું.

ફિલ્મો પછી ટેલિવિઝનમાં કર્યુ કામ:
ઘણા વર્ષો પછી જિવીધાએ ટેલિવિઝનમાં કામ કરવાની શરૂઆત કરી. જિવીધા શર્માએ 'તુમ બિન જાઉ કહા', 'જમીન સે આસમા તક' જેવી સિરીયલોમાં કામ કર્યું. આ સાથે સાવધાન ઈન્ડિયા અને ફિયરફાઈલ્સમાં નાના મોટા રોલ કર્યા.

ફિલ્મોમાં નથી હાલ પરંતું સોશિયલ મીડિયામાં એક્ટિવ:
જિવીધાએ છેલ્લે 'મોંહે-જો-દડો' ફિલ્મમાં નાની ભૂમિકા ભજવી. જિવીકા ભલે હાલ એક્ટિવ ન હોય પરંતું તે સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. જિવીધાને એક પુત્ર અને દીકરી છે. જિવીધા ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર તેના સુંદર ફોટા શેર કરતી રહે છે. જિવીધાએ તેની ફિટનેસ મેઈન્ટેઈન કરી છે. જિવીધાના 23 હજારથી વધારે ફોલોઅર્સ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news