ગોવિંદાએ ખોલ્યું પોતાની સફળતાનું રહસ્ય, 14 વર્ષની ઉંમરે ખાતો હતો પ્રોડક્શન હાઉસના ધક્કા

પ્રોડક્શન હાઉસના ઘક્કા ખાતો હતો ત્યારે પ્રોડક્શન હાઉસના લોકો મને પ્રેમથી ચા પીવડાવીને રવાના કરી દેતા હતા.

  • નવો યોગ નિર્માણ થયો છે, જે બોલ્યા વિના વાત કરે છે એ જ ડાન્સ છે.
  • મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એવું પરફોર્મ કરું કે તે સ્ટાઇલ બની જાય
  • હું 14 વર્ષનો હતો ત્યારથી જ પ્રોડક્શન હાઉસના ધક્કા ખાતો હતો

Trending Photos

ગોવિંદાએ ખોલ્યું પોતાની સફળતાનું રહસ્ય, 14 વર્ષની ઉંમરે ખાતો હતો પ્રોડક્શન હાઉસના ધક્કા

અમદાવાદ: ભારતમાં સૌપ્રથમવાર અમદાવાદ ખાતે ૨૦મી જાન્યુઆરીએ એક સાથે ૫૦૦૦ બાળકો બૉલીવુડ ડાન્સ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સ્થાપ્યો આ કાર્યક્રમમાં બૉલીવુડ અભિનેતા ગોવિંદા પણ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ફરીથી નવો યોગ નિર્માણ થયો છે, જે બોલ્યા વિના વાત કરે છે એ જ ડાન્સ છે. જીંદગીના પહેલા ડાન્સની જે શરૂઆત હોય છે તેનું જે યોગ્ય પગલું છે, તે મા-બાપની સેવા છે. ત્યારે જ ખબર પડે છે કે તમે જીંદગીના ડાન્સની શરૂઆત કરી દીધી છે. 

ગોવિંદાને તેમના ડાન્સ વિશે પૂછવામાં આવતાં તેમણે એક પ્રસંગને યાદ કરતાં જ્ણાવ્યું હતું કે કોઇએ પૂછ્યું કે તમે ડાન્સ કેવી રીતે કરી લો છો? તો તેમને જણાવ્યું હતું કે તમે ક્યારેય વિરારની લોકલ ટ્રેનમાં બેસ્યા છો? તમે ટ્રેનમાં બેસીને બહાર ઉતરશો એટલે ડાન્સ શીખી જશો. દુનિયામાં એટલી ભીડ થઇ ગઇ છે અને એટલું બધું હાર્ડવર્ક છે કે તેમાંથી તમે કેવી રીતે આગળ નિકળશો, કેવી રીતે યોગ્ય પગલાં પડે. જે મ્યૂઝિક છે તે મ્યૂઝિકમાંથી કેવી રીતે તમે બહાર નિકળશો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

આગળ ગોવિંદાએ જણાવ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એવું પરફોર્મ કરું કે તે સ્ટાઇલ બની જાય. જે તમારા વિચાર છે તેને તમે કેવી રીતે હાવભાવ દ્વારા વ્યક્ત કરો છો. તે વિચાર કામ કરી ગયો. ખાસ, કરીને જે મહિલાઓ છે તે તેને ખૂબ પસંદ કરે છે જે મને સારું લાગે છે.  અપકમિંગ ડાન્સરો વિશે જણાવ્યું હતું કે ડાન્સ કરવો ખૂબ જ અઘરું છે. તેના માટે તો પહેલાં એ મહત્વપૂર્ણ છે કે તેના માટે તમે મજબૂત હોવ, સશક્ત હોવ, ક્ષમતા હોય, શક્તિ હોય, તમે સારી રીતે ક્રિયા કરી શકો. તમે તેના સમજો અને તેનાથી વધુ એ મહત્વપૂર્ણ છે કે તેના માટે મા-બાપની કૃપા હોય.  

પોતાની કેરિયરની શરૂઆતના દિવસોને યાદ કરતાં ગોવિંદાએ જણાવ્યું હતું કે હું મારા ઘરમાં એકદમ ધાર્મિક માહોલ હતો અને જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારથી જ પ્રોડક્શન હાઉસના ધક્કા ખાતો હતો. હજુ મૂંછનો દોરો પણ ફૂટ્યો ન હોવાથી નાતો હું યુવાન થયો હતો અને ના તો હું બાળક હતો. પરંતુ તેમછતાં મેં  હિરો બનવાનું નક્કી કરી લીધું હતું. જ્યારે હું વારંવાર પ્રોડક્શન હાઉસના ઘક્કા ખાતો હતો ત્યારે પ્રોડક્શન હાઉસના લોકો મને પ્રેમથી ચા પીવડાવીને રવાના કરી દેતા હતા. ઘરમાં માતાજીની ઇચ્છા હતી કે હું બોલીવુડમાં ન જાઉ કારણ કે ત્યાં દારૂ, શરાબનો માહોલ હોય છે અને માતાજીને આ બધુ પસંદ ન હતું. અંતે મેં તેમને વચન આપ્યું હતું કે હું આ બધાની દૂર રહીશ અને બોલીવુડ સાથે જોડાયો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news