દયાબહેને શેર કરી દીકરી સ્તુતિની તસવીર, જોવા કરો ક્લિક
દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017ના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો
Trending Photos
મુંબઈ : ટીવી પર આવતા લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં દયાબહેનનું પાત્ર ભજવીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવનાર એક્ટ્રેસ દિશા વાકાણીએ 30 સપ્ટેમ્બર, 2017ના દિવસે દીકરીને સ્તુતિને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ વખતે દિશાએ થોડા સમય માટે કામમાંથી પણ બ્રેક લીધો હતો. હાલમાં દિશાએ પોતાની દીકરીની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. દિશાની આ દીકરી બહુ જ સુપરક્યુટ લાગે છે.
આ તસવીર શેયર કરતી વખતે દિશાએ કેપ્શનમાં લખ્યું છે, વર્લ્ડ. દિશાની દીકરીની પહેલી તસવીર સામે આવ્યા બાદ ફેન્સને એ બહુ ગમી છે. કેટલાક દિવસો પહેલા પણ દિશા વાકણી દીકરી અને પરિવાર સાથે તિરુપતિ બાલાજી દર્શન કરવા ગઈ હતી. એ દરમિયાન પણ દિશાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર શેયર કરી હતી. આ તસવીર પણ ઘણી વાઇરલ થઈ હતી.
દિશાએ વર્ષ 2015માં મુંબઈના ચાર્ડર્ટ અકાઉન્ટન્ટ મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’થી ભારે સફળતા મળી છે. આ શોના કારણે જ લોકો દિશાને દયાના નામે ઓળખવા લાગ્યા. દિશા બોલીવૂડમાં પણ કામ કરી ચૂકી છે. તે ‘દેવદાસ’ અને ‘જોધા-અકબર’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે