FILM REVIEW : કેવી છે હૃતિકની આજે રિલીઝ થયેલી સુપર 30? જાણવા કરો ક્લિક
આ ફિલ્મમાં હૃતિક બિહારના ખ્યાતનામ ગણિતજ્ઞ આનંદકુમારના રોલમાં છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટ્ર હૃતિક રોશનની લેટેસ્ટ ફિલ્મ સુપર 30 બોલિવૂડમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રિયલ લાઇફની ઘટનાઓ પર આધારિત છે અને હૃતિકની બીજી ફિલ્મો કરતા સાવ અલગ છે. આ ફિલ્મમાં હૃતિક બિહારના ખ્યાતનામ ગણિતજ્ઞ આનંદ કુમારનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન પર આધારિત છે. તેમની પહેલી સુપર 30 બેચને IITમાં એડમિશન મેળવવામાં ઘણી મોટી સફળતા મળી હતી. આ ફિલ્મમાં તેમની પ્રેરણાદાયક જીવનકથા થોડી સર્જનાત્મકતા સાથે જોવા મળી છે. આ ફિલ્મમાં કુમારના જીવનની મુશ્કેલીઓ અને કોન્ટ્રોવર્સીને આવરી લેવાઈ છે.
ફિલ્મની સ્ટોરી પ્રમાણે આનંદ (હૃતિક રોશન) પોતાનું સપનુ પૂરુ કરવા આકાશ-પાતાળ એક કરે છે. જો કે આ ફિલ્મ આનંદ કુમારની મીડિયામાં ઝળકેલી અમુક કોન્ટ્રોવર્સીને કવર નથી કરતી અને તેમની સ્ટ્રગલ અને સફળતા પર ફોકસ કરે છે. ગણિતમાં માહેર આનંદ પોસ્ટમેનનો દીકરો છે. તેને ગણિત વિષયમાં ફાવટને કારણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ એડમિશન મળતુ હોય છે પરંતુ ફી પરવડે તેમ ન હોવાથી આ તક ગુમાવવી પડે છે. આ ઘટના તેની આંખ ઊઘાડી દે છે. થોડા જ સમયમાં લલ્લનજી (આદિત્ય શ્રીવાસ્તવ) આનંદને IIT કોચિંગ સેન્ટરમાં પૈસાદારના બાળકોને ગણિત ભણાવવાની જોબ ઓફર કરે છે. થોડા જ સમયમાં આનંદને સમજાઈ જાય છે કે તેણે તેની આવડત ગરીબ બાળકોને લાઈફમાં આગળ આવવામાં મદદ કરવા માટે વાપરવી જોઈએ. આ ફિલ્મમાં હૃતિક સાથે મૃણાલ ઠાકુર, અમિત સધ, પંકજ ત્રિપાઠી અને જોની લિવરે મજબૂત એકદ્ટિંગ કરી છે.
આ ફિલ્મમાં હૃતિકે જબરદસ્ત એક્ટિંગ કરી છે પણ અમુક જગ્યાએ તેની બિહારી બોલી થોડી અલગ લાગશે. ફિલ્મ ફર્સ્ટ હાફમાં જબરદસ્ત છે પણ સેકન્ડ હાફ થોડો સ્લો છે. ફિલ્મમાં આનંદ કુમારના અંગત જીવનની નાની નાની વાતો વણી લેવામાં આવી છે. આ ફિલ્મ લગભગ 85 કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને તેની સ્ટોરી બહુ જ પ્રેરણાદાયક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે