KK Death: 'રાંડ્યા પછી ડાહપણ' શું કામનું? કેકેના નિધન બાદ મશહૂર સિંગરે જણાવી અંદરની વાત! શો જ કરવા નહોતો માંગતો કેકે, પરંતુ...

Singer KK Death: જાણીતા સિંગર શુભલક્ષ્મી ડેએ ઈન્ડિયા ટુડે સાથે વાત કરી છે. આ વાતચીતમાં શુભલક્ષ્મી ડેએ કેકેના સ્વાસ્થ્ય વિશે વિગતવાર જણાવ્યું હતું. ખરેખર, તે કોન્સર્ટમાં શુભલક્ષ્મી ડે પણ હાજર હતી. 

KK Death: 'રાંડ્યા પછી ડાહપણ' શું કામનું? કેકેના નિધન બાદ મશહૂર સિંગરે જણાવી અંદરની વાત! શો જ કરવા નહોતો માંગતો કેકે, પરંતુ...

Singer KK Dies At Concert: દેશ-દુનિયામાં કેકેના હુલમણા નામથી જાણીતા કેકે નિધન બાદ બી ટાઉનમાં હાલના દિવસોમાં શોકની લહેર ફરી વળી છે. એવું કહેવામાં આવે છે કે કેકેના કોન્સર્ટ વખતે હાર્ટ ફેલ થવાના કારણે તેને એટેક આવ્યો હતો. હવે ધીમેધીમે કેકેના મોત સાથે જોડાયેલી અંદરની વાતો સામે આવી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે સમય રહેતા કદાચ કેકેને મેડિકલ ટ્રીટમેન્ટ મળી ગઈ હોત તો કદાચ બચાવી લેવામાં આવ્યો હોત. પરંતુ હાલ એક અન્ય રહસ્ય સામે આવ્યું છે. જે પરફોર્મસમાં કેકેને હાથ-પગમાં દુખાવો થતો જ હતો, ત્યારબાદ તેમનું નિધન થયું હતું. આ વિશે અન્ય એક સિંગરે જણાવ્યું છે કે એજ સમયે કેકેવાળા કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા.

શુભલક્ષ્મી ડેનો ખુલાસો 
જાણીતા સિંગર શુભલક્ષ્મી ડેએ ઈન્ડિયા ટુડે સાથે વાત કરી છે. આ વાતચીતમાં શુભલક્ષ્મી ડેએ કેકેના સ્વાસ્થ્ય વિશે વિગતવાર જણાવ્યું હતું. ખરેખર, તે કોન્સર્ટમાં શુભલક્ષ્મી ડે પણ હાજર હતી. તેમણે જણાવ્યું કે તે દિવસે તે ત્યાં હાજર હતી અને આટલી મોટી ભીડ જોયા બાદ કેકે તેની કારમાંથી બહાર આવવા માંગતો ન હતો.

ઓડિટોરિયમની બહાર ઘણી ભીડ હતી
શુભલક્ષ્મી ડેએ વધુમાં જણાવ્યું કે કેકેએ તેમ છતાં લગભગ એક કલાક સુધી પરફોર્મ કર્યું, પરંતુ ત્યારબાદ તેમનો જીવ બચાવી શકાયો નહીં. શુભલક્ષ્મીએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, 'ઓડિટોરિયમની બહાર ઘણી ભીડ હતી. કેકે સાંજે 5.30 વાગ્યે આવ્યો. પહેલી નજરે તેણે જણાવ્યું કે- સ્ટેજની લાઈટો ડીમ કરો. પરંતુ દુર્ભાગ્યવશ... જો કેકેએ અમને જાણ કરી હોત તો અમે શો બંધ કરી દીધો હોત.

શો પછી કેકે મૃત્યું પામ્યા
તમને જણાવી દઈએ કે, દેશ-દુનિયામાં લાખો દિલ પર રાજ કરનાર જાણીતા સિંગરે 53 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ કેકે કોલકાતામાં એક કોન્સર્ટ માટે ગયો હતો. પરંતુ કોન્સર્ટ પછી તેમની તબિયત અચાનક લથડી અને તેઓ ભાંગી પડ્યા. ત્યારબાદ તેમણે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમણે મૃત જાહેર કર્યો હતો.

કેકેનું જીવન અને કારકિર્દી
કેકેનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નાથ છે. કેકેનો જન્મ 23 ઓગસ્ટ 1970ના રોજ થયો હતો. કેકે પોતાના કરિયર દરમિયાન હિન્દી ઉપરાંત, મરાઠી, બંગાળી, ગુજરાતી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને તમિલ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. કેકેએ 12મા સુધીનો અભ્યાસ દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાંથી પૂર્ણ કર્યો. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ફિલ્મોમાં બ્રેક મળતા પહેલા કેકે લગભગ 35 હજાર જિંગલ્સ ગાઈ ચૂક્યો છે. કેકેએ મ્યુઝિક આલ્બમ 'પાલ'થી સિંગર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news