પ્રિયંકાને દીપિકાએ આપી કળ ન વળે એવી ધોબીપછાડ
આ બંને હિરોઇનો હાલમાં પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે
Trending Photos
મુંબઈ : 2018નું વર્ષ બોલિવૂડની હિરોઇનો માટે સફળ સાબિત થયું છે. બુધવારે જાહેર થયેલા ફોર્બ્સના સેલિેબ્રિટી કમાણીના લિસ્ટમાં દીપિકા પાદુકોણે ચોથા નંબર પર આવીને પહેલી સફળતા મેળવી છે. આ સિવાય બુધવારે જાહેર થયેલી 50 મોસ્ટ સેક્સિએસ્ટ એશિયન વુમન 2018નો ખિતાબ મેળવવામાં દીપિકા સફળ રહે છે. આ લિસ્ટમાં પ્રિયંકાને બીજું સ્થાન મળ્યું છે. ગયા વર્ષે આ લિસ્ટમાં પ્રિયંકા પહેલા નંબરે હતી. આમ, પ્રિયંકા પાસેથી આ ખિતાબ છીનવીને દીપિકાએ તેને કળ ન વળે એવી ધોબીપછાડ આપી છે.
32 વર્ષની દીપિકાએ ગયા મહિને એક્ટર રણવીર સિંહ સાથે ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા. આ જોડી લગ્ન બાદ પણ ચર્ચામાં છે. આ વખતે તેઓ તેમના લગ્નના કારણે નહીં પરંતુ આવકના કારણે ચર્ચામાં છે. ફોર્બ્સ ઈન્ડિયા 2018ના સૌથી ધનિક સેલિબ્રિટીઝના લિસ્ટમાં પ્રથમ વખત ટોપ 5માં કોઈ એક્ટ્રેસને સ્થાન મળ્યું છે. દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. દીપિકાનો પતિ અને એક્ટર રણવીર સિંહ પણ આ લિસ્ટમાં સામેલ છે. વર્ષ 2018માં દીપિકા પાદુકોણની કુલ કમાણી 112.8 કરોડ રૂપિયા છે. આ લિસ્ટરમાં રણવીર સિંહ આઠમાં નંબર પર છે. રણવીરે ચાલુ વર્ષે 84.67 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગત વર્ષે દીપિકા પાદુકોણે 70 કરોડની કમાણી કરી હતી અને લિસ્ટમાં છઠ્ઠા નંબર પર હતી. જ્યારે 2017માં રણવીર સિંહ આ લિસ્ટમાં સાતમાં નંબર પર હતો. આ વર્ષે તે એક નંબર નીચે ઉતરી ગયો છે.
અન્ય અભિનેત્રીઓની વાત કરીએ તો, પ્રથમ 10માં કોઇ મહિલા પોતાનું સ્થાન જમાવી શકી નથી.બીજી બાજુ આલિયા ભટ્ટ વર્ષની રૂ. 58.83 કરોડની કમાણી સાથે બારમા ક્રમાંકે આવી છે જ્યારે અનુષ્કા શર્મા 16મા ક્રમાંકે છે. પ્રિયંકા ચોપરા પ્રથમ 10ની યાદીમાંથી ગાયબ છે. ગયા વર્ષની યાદીમાં તે સાતમા સ્થાન પર હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે