Akshay Kumar દ્વારા દાન કરાયેલા 25 કરોડ રૂપિયાએ વારો પાડી દીધો Deepika Padukoneનો

અક્ષય કુમાર તે સમયથી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ થઈ ગયો હતો જ્યારે દેશમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. તેણે પોતાના સ્કેલ પર મોટું જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું

Akshay Kumar દ્વારા દાન કરાયેલા 25 કરોડ રૂપિયાએ વારો પાડી દીધો Deepika Padukoneનો

મુંબઈ : બોલિવૂડ ખેલાડી અક્ષયકુમારે (Akshay Kumar) કોરોના વાયરસ (CoronaVirus) સામે ચાલી રહેલી લડાઈમાં 25 કરોડ રૂપિયાનું દાન આપીને બધાનું દિલ જીતી લીધું છે. જોકે અક્ષયની આ જાહેરાત પછી સોશિયલ મીડિયા યુઝર્સ દીપિકા પાદુકોણ (Deepika Padukone)ને ટ્રોલ કરીને સવાલ કરી રહ્યા છે કે તેણે દેશ માટે શું કર્યું છે અને તેને માત્ર જેએનયુમાં જઈને ટુકડેટુકડે ગેંગને ટેકો આપવામાં જ રસ છે. 

કોરોના વાયરસ સામે તમામ દેશ લડાઈ લડી રહ્યાં છે. હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આ સંકટના સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધાને PM-Cares Fund માં પોતાનો સહયોગ આપવાની વાત કરી હતી. આ વાત પર સૌથી પહેલા અમલ કર્યો બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે. તેણે સીધી 25 કરોડની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરી છે. 

આમ તો અક્ષય કુમાર તે સમયથી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ થઈ ગયો હતો જ્યારે દેશમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. તેણે પોતાના સ્કેલ પર મોટું જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. તેણે ક્યારેક લોકોને પ્રેમથી સમજાવ્યા તો ક્યારેક ગુસ્સો પણ કર્યો હતો. પરંતુ દર વખતે તેણે દેશહિત માટે આગળ આવીને પહેલ કરી છે. મહત્વનું છે કે અક્ષય સિવાય અન્ય કલાકાર પણ છે જે મદદ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news