દીપિકા અને રણવીરે હવે નાના-તનુશ્રી મામલે આપી દીધું મોટું નિવેદન

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ઉત્પીડનનો આરોપ મૂક્યો છે

દીપિકા અને રણવીરે હવે નાના-તનુશ્રી મામલે આપી દીધું મોટું નિવેદન

નવી દિલ્હી : બહુચર્ચિત તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ વિશે દીપિકા પાદુકોણે કહ્યું છે કે #MeToo આંદોલન માત્ર એક જેન્ડરને ખરાબ ચિતરવા માટે નથી. આ એક જુઠાણા પર જીતની લડાઈ છે. હાલમાં તનુશ્રીએ નાના પાટેકર પર સેક્સ્યુઅલ હરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ પછી અનેક અભિનેત્રીઓ  #MeTooમાં શામેલ થઈ હતી. હવે આ મામલામાં સેલિબ્રિટી કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મોટું નિવેદન આપ્યું છે. 

દીપિકાએ હિન્દુસ્તાન ટાઇમ્સ લિડરશીપ શિખર સંમેલન 2018માં પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું છે કે 'જે વ્યક્તિ કોઈપણ પ્રકારના ભેદભાવ કે દુર્વ્યવહારનો સામનો કરતી હોય તેને ચોક્કસ ટેકો આપવો જોઈએ. મને નથી લાગતું કે #MeToo માત્ર ફિમેલ જેન્ડર માટે નથી. આ કોઈ મહિલાઓ વિરૂદ્ધ પુરુષની લડાઈ નથી. આ એક જુઠાણા પર જીતની લડાઈ છે.'

એક્ટર રણવીર સિંહે આ કાર્યક્રમમાં દીપિકા પાદુકોણ સાથે સ્ટેજ શેયર કર્યું હતું. તેણે એવું કહ્યું છે કે તે દરેક પ્રકારના ઉત્પીડનનો વિરોધ કરે છે. તેણે નિવેદન આપતા કહ્યું છે કે  'મને તનુશ્રી દત્તા અને નાના પાટેકરના મામલા વિશે કોઈ જાણકારી નથી. જો ખરેખર એવું થયું હોય તો આ મામલે બધા સામે બોલવું બહુ હિંમતનું કામ છે. જો આ હકીકત હોય તો હું એની નિંદા કરું છું.'

બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષ 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના સેટ પર એક્ટર નાના પાટેકરે તેની સાથે ઘણી વાર છેડછાડ કરી હતી. ત્યારે નાના પાટેકરે આ આરોપને નાકાર્યો હતો. બોલિવૂડમાં ‘#Meetooમીટૂ’ અભિયાન પર ચર્ચા ચાલી રહી છે ત્યારે તનુશ્રી દત્તાએ 10 વર્ષ જૂની ઘટનાનો ખુલાસો કર્યો અને સ્પષ્ટપણે નાના પાટેકરનું નામ લીધું હતું. આ પછી સોશિયલ મીડિયા અને અન્ય મીડિયા મંચ પર આ મામલે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આ સમયે ફિલ્મના સેટ પર તનુશ્રીની કાર પર થયેલા હુમલાનો વીડિયો પર વાઇરલ થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news