ડિયર જિંદગી : 'રોકાવાનું' ક્યાં !

જે આપણને પસંદ છે કે એ ક્યાંક છૂટી ગયું છે ! એ વસ્તુઓ માટે આપણી પાસે સમય જ નથી જેનાથી આપણને ઉર્જા મળે છે, જે આપણા હોવાનો મૂળ આધાર છે.

ડિયર જિંદગી : 'રોકાવાનું' ક્યાં !

આપણે કેવા દેખાઇએ છીએ, કેવા લાગી રહ્યા છીએ, આપણે કેવું લાગવું જોઈએ. આ તમામ વાતો પણ આપણું ધ્યાન ઘણીવાર જતું હોય છે. થોડા સમય પહેલાં ભારતમાં હાથ ધરાયેલા સોશિયલ રિસર્ચનું તારણ કહે છે કે ભારતીયોમાં આ ભાવના બહુ ઝડપથી વધી રહી છે. આપણે આપણી મૂળ જરૂરિયાતોને પાછળ મૂકીને એવા માર્કેટમાં પહોંચી ગયા છીએ જે બહુ ચતુરાઈથી આપણને ફસાવવા માટે ઉભું કરવામાં આવ્યું છે. આ માર્કેટ પોતાના નફાને અમરવેલની માફક વધારતું રહે છે. એક એવી સ્થિતિ ઉભી થાય છે કે જ્યાં મનુષ્યની તમામ મૂળ જરૂરિયાતો તો પુરી થઈ જાય છે પણ મન ધીરેધીરે એવી ચીજો તરફ આગળ વધતું જાય છે જેના પર બજારની અસર હોય છે. 

મહત્વાકાંક્ષા એક જરૂરી વસ્તુ છે, આગળ વધવા માટે. જોકે કેટલું આગળ જવું છે, જરૂરિયાતની પાંખ કેટલી અને કેવી હોવી જોઈએ તેમજ ક્યાં સુધી પહોંચવું છે એ નક્કી કરવું એ પાયાનો મુદ્દો છે ! હાલમાં આ મુદ્દાની આપણે ભારે ઉપેક્ષા કરી રહ્યા છીએ. 

મધુર ભંડારકરની ફિલ્મ 'કોર્પોરેટ' મને ગમે છે. ફિલ્મ જીવનની એવી હકીકતો દર્શાવે છે જેને અપેક્ષાઓની ઓટમાં આપણે જોઈ નથી શકતા. જો આપણે એને જોઈએ તો પણ એની ઉપેક્ષા કરી છીએ. 

ફિલ્મના અંતિમ દ્રશ્યોમાં ગજબનું જીવન દર્શન છે. ફિલ્મની નાયિકા બિપાશા બાસુ જેલમાં છે. તેના શુભચિંતક તેનો સાથ છોડી દે છે અથવા તો તેમની હત્યા થઈ જાય છે. આ પરિસ્થિતિમાં એક જુનો સાથી તેને મળવા આવે છે જેને આગળ વધવાની દોડમાં બિપાશાએ બહુ પાછળ ધકેલી દીધો હોય છે. તે જેટલી સરળતા અને સ્પષ્ટતાથી પોતાની વાત રજૂ કરે છે એ બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. 

તે બિપાશાને જે કંઈ પણ કહે છે એનો સારાંશ એ છે કે આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં રોકાવાનું છે ! ખાસકરીને ત્યારે જ્યારે કંપની આપણને બહુ દોડાવી રહી હોય અને આપણે ખુશીખુશી દોડી રહ્યા હોઈએ. આ વળાંક પણ આપણે નૈતિકતા અને અનૈતિકતાનો તફાવત ભુલી જઈએ છીએ અને આપણને બધું યોગ્ય લાગવા માંડે છે. આ સમયે આપણે રોકાઈને વિચારવું જોઈએ કે હું કોના માટે શું કરી રહ્યો છું 

આપણું સંપૂર્ણ ધ્યાન સપનાઓ પાછળ ભાગવામાં અને આપણે પાછળ તો નથી રહી જતા ને એ વાતનું ધ્યાન રાખવામાં કેન્દ્રિત થયેલું છે. આમાં કંઈ નવું નથી કારણ કે આપણને બાળપણથી આ જ શીખવવામાં આવ્યું છે. હવે જ્યારે બાવળ વાવ્યા છે ત્યારે ફળમાં કેરી તો ન મળી શકે એ બહુ સ્વાભાવિક છે. 

સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. આપણે આપણા સપનાઓ પાછળ એવી રીતે લાગી ગયા છીએ કે આપણને એ વાતનો પણ અહેસાસ નથી કે આપણને આ શક્તિ ક્યાંથી મળે છે. આપણે પાગલની જેમ દોડી રહ્યા છીએ. આપણું ધ્યાન આપણા મનથી બિલકુલ વિમુખ થઈ ગયું છે. આપણા મનને ક્યાં ગમે છે, ક્યાં શાંતિ મળે છે અને ક્યાં જઈને આપણને ઉર્જા મળે છે એનાથી આપણે સાવ અજાણ્યા બનીને રહીએ છીએ. 

આપણામાંથી કોઈને સંગીત, કોઈને સિનેમા, કોઈને પુસ્તક, કોઈને પ્રવાસ, કોઈને ચિત્રકામ તો કોઈને ગપ્પાં મારવા પસંદ છે. 

હવે થોડું વિચારો કે જે આપણને પસંદ છે કે એ ક્યાંક છૂટી ગયું છે ! એ વસ્તુઓ માટે આપણી પાસે સમય જ નથી જેનાથી આપણને ઉર્જા મળે છે, જે આપણા હોવાનો મૂળ આધાર છે.

થોડું રોકાવું પડશે, વિચારવું પડશે કે કોઈ સપનું આપણી 'ઉર્જા'ને અવગણી નથી રહ્યું ને જેને આપણે આપણે પોતે પ્રેમ કરતા હતા.

કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યવસાયમાં કામ કરતી વખતે મારે શું નથી કરવાનું એ વિચારવાનું અને સતત વિચારતા રહેવાનું બહુ જરૂરી છે. મારે ક્યાં ના પાડવાની છે એ વાતની માનસિક સ્પષ્ટતા બહુ જરૂરી છે. 

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news