'KGF' પછી હવે 'દસરા'એ બોક્સ-ઓફિસ પર ઝંડો લહેરાવ્યો: 3 દિવસમાં ખર્ચ કાઢ્યો, જાણો અત્યાર સુધીની કમાણી

Dasara worldwide collection: 'દસરા' બોક્સ ઓફિસ પર અજય દેવગન અને તબ્બુની ફિલ્મ 'ભોલા' સાથે ટકરાઈ હતી. આ બંને એક્શન ફિલ્મો છે જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે નાની સ્ટારર ફિલ્મ 'પુષ્પા' અને 'KGF' જેવી સફળતા હાંસલ કરી શકશે નહીં.

'KGF' પછી હવે 'દસરા'એ બોક્સ-ઓફિસ પર ઝંડો લહેરાવ્યો: 3 દિવસમાં ખર્ચ કાઢ્યો, જાણો અત્યાર સુધીની કમાણી

Dasara box office collection Day 3: છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે. આ દિવસોમાં બોલિવૂડ પ્રેમીઓ પણ સાઉથની ફિલ્મોની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે આજકાલ સાઉથની મોટાભાગની ફિલ્મો હિન્દીમાં ડબ થાય છે. 'પુષ્પા', 'KGF' જેવી સાઉથની ફિલ્મોએ બોક્સ-ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફિલ્મો જેટલી કમાણી કરી છે તેટલી કોઈ હિન્દી ફિલ્મ નથી કરી શકી. હવે ઈતિહાસનું પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે.

નેચરલ સુપરસ્ટાર નાની અને અભિનેત્રી કીર્તિ સુરેશની 30 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'દસરા' પણ 'પુષ્પા' અને 'KGF'ના માર્ગ પર આગળ વધતી જોવા મળે છે. આ સમયગાળાની એક્શન ડ્રામા ફિલ્મે 4 દિવસમાં 87 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી કલેક્શન નોંધાવ્યું છે અને ફિલ્મ ઝડપથી 100 કરોડ ક્લબમાં સામેલ થવા તરફ આગળ વધી રહી છે.

'દસરા' બોક્સ ઓફિસ પર અજય દેવગન અને તબ્બુની ફિલ્મ 'ભોલા' સાથે ટકરાઈ હતી. આ બંને એક્શન ફિલ્મો છે જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે નાની સ્ટારર ફિલ્મ 'પુષ્પા' અને 'KGF' જેવી સફળતા હાંસલ કરી શકશે નહીં. પરંતુ આ ફિલ્મે 'ભોલા'ને બોક્સ-ઓફિસ કલેક્શનના મામલે ઘણી પાછળ છોડી દીધી છે.

ટિકિટના ભાવમાં ઘટાડો
ફિલ્મની કમાણીને વેગ આપવા માટે મેકર્સે સોમવારે હિન્દી ભાષાની 'દસરા'ની ટિકિટના ભાવમાં ઘટાડો કર્યો છે. સોમવારથી ગુરુવાર સુધી દર્શકો માત્ર રૂ.112માં ફિલ્મના હિન્દી વર્ઝનનો આનંદ માણી શકશે.

'પુષ્પા' સાથે સરખામણી-
રસપ્રદ વાત એ છે કે ફિલ્મ જોયા બાદ ઘણા લોકોએ 'દસરા'માં નાનીના લુકની તુલના 'પુષ્પા'માં અલ્લુ અર્જુનના લૂક સાથે કરી હતી. તે જ સમયે કેટલાક લોકોએ આ ફિલ્મની સરખામણી 'KGF' સાથે પણ કરી હતી. જોકે, ફિલ્મની ટીમનું માનવું છે કે 'દસરા'ને તે બંને ફિલ્મો સાથે કોઈ લેવાદેવા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news