બોલીવુડ વિવાદ: આમિરની તુર્કી મુલાકાત પર વિવાદ, જાણો ખાનને કોણે કોણે આપી શિખામણ

બોલીવુડ અભિનેતા આમિર ખાનની તુર્કીની ફર્સ્ટ લેડી સાથે મુલાકાત પર વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર સોમવારથી તેના પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે ભાજપ નેતા ઉમા ભારતી અને વિશ્વ હિન્દુ પરિષદ (BHP)એ પણ આમિર ખાનની તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની સાથે મુલાકાત પર સવાલ ઉઠાવ્યો છે

બોલીવુડ વિવાદ: આમિરની તુર્કી મુલાકાત પર વિવાદ, જાણો ખાનને કોણે કોણે આપી શિખામણ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા આમિર ખાનની તુર્કીની ફર્સ્ટ લેડી સાથે મુલાકાત પર વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર સોમવારથી તેના પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે ભાજપ નેતા ઉમા ભારતી અને વિશ્વ હિન્દુ પરિષદ (BHP)એ પણ આમિર ખાનની તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની સાથે મુલાકાત પર સવાલ ઉઠાવ્યો છે. ભારત અને તુર્કી વચ્ચે સંબંધ સારા નથી. એવામાં આમિર ખાનની તુર્કીની ફર્સ્ટ મહિલા એમીન એર્દોગન સાથે મુલાકાત કરવા પર ઘણા લોકોને પસંદ આવ્યું નથી.

ઉમા ભારતીએ આમિરને આપી શિખામણ
આ મામલે ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે આમિર ખાનને શિખામણ આપતા કહ્યું, આ શરમજનક અને દુ:ખદ છે, તેઓ ફિલ્મ એક્ટર હોઇ શકે છે, મારા પણ પ્રિય છે પરંતુ દેશ આપણા માટે સૌથી પ્રિય છે. તેમણે યાદ રાખવું જોઇએ કે, દેશની અસ્મિતા મામલે તમે કોઇ લિબર્ટી રાખી શકો નહીં.

બીએચપીએ ઉઠાવ્યા સવાલ
વિવાદોમાં ઘેરાયેલા આમિર ખાન પર બીએચપીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, કેટલાક અભિનેતા તેમના આર્થિક હિતને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય હિતોને બલી ચડાવી રહ્યાં છે. કોઇ પાકિસ્તાનના બાજવાને મળી રહ્યાં છે, તો કોઇ તુર્કીની ફર્સ્ટ લેડી પાસેથી આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

બીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું, આ તુર્કી તે છે ને જેણે 370 હટાવવાનો વિરોધ કર્યો હતો, રામ મંદિરનો વિરોધ કર્યો હતો, ભારતના આંતરિક મામલે હસ્તક્ષેપ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ભારતનો વિરોધ કર્યો હતો, શું તેમના આશીર્વાદ જ બાકી હતા તમારા માટે?

ફિલ્મની શૂટિંગ મામલે તુક્રીમાં છે આમિર
આમિર ખાન હાલમાં જ તેમની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની શૂટિંગ માટે ભારતથી તુર્કી ગયા છે. ત્યાં તેઓ ફિલ્મના આગામી શેડ્યૂલનું શૂટિંગ કરશે પરંતુ તે પહેલા તેઓ વિવાદોમાં ઘેરાયા છે. 15 ઓગસ્ટની રાતે તુર્કીની ફર્સ્ટ લેડી રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનની પત્ની એમીન એર્દોગને ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી હતી.

— Emine Erdoğan (@EmineErdogan) August 15, 2020

તુર્કીની ફર્સ્ટ લેડીએ શેર કરી તસવીરો
આ તસવીરોમાં તેઓ રાજધાની ઇસ્તાંબુલમાં આમિર ખાનની સાથે વાતચીક કરતા જોવા મળ્યા હતા. ટ્વિટર પર એર્દોગનએ બોલીવુડ સુપરસ્ટાર સાથેની મુલાકાતનો તેમનો અનુભવ શેર કર્યો હતો. તેમમે મીટિંગની ફોટો શેર કરતા કહ્યું, ઇસ્તાંબુલમાં વિશ્વ પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ નિર્માતા અને અભિનેતાને મળીને ખુબ જ ખુશી થઇ. મને આ જાણીને આનંદ થયો કે, આમિરે તેમની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ તુર્કીના કેટલાક ભાગમાં કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ આમિર ભારતમાં કેટલાક લોકોના નિશાના પર આવ્યા.

આમિરની આ મુલાકાતનો કેમ થઈ રહ્યો છે વિરોધ?
આમિરની આ મુલાકાતના વિરોધનું સૌથી મોટું કારણ ભારત અને તુર્કીના સંબંધ છે. તુર્કીએ જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. ગત મહિને બકરીદના સમય પર તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ આરિપ અલ્વી સાથે વાત કરી અને કાશ્મીર મામલે પાકિસ્તાનનું સમર્થન કરવાનું આશ્વાસન આપ્યું. તુર્કીના રાષ્ટ્રપિત રેસેપ તૈયપ એર્દોગન હમેશાં ભારતના વિરોધમાં નિવેદન આપવા માટે જાણીતા છે. આમિર ખાનની આ મુલાકાત પ્રાઇવેટ છે, પરંતુ લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર છેડાઇ જંગ
સોશિયલ મીડિયા યૂઝર્સના એક વર્ગે બે દેશો વચ્ચે સંઘર્ષના મુદ્દાને લઇને આમિરની ફર્સ્ટ લેડીથી મુલાકાત પર તેમની નારાજગી વ્યક્ત કરે છે. એક યૂઝર્સે ટ્વિટ કર્યું, આમિર ખાન પર શરમ કરો. એક અન્યએ ટ્વિટર પર લખ્યું, બંને દેશો વચ્ચેના મુદ્દાને જાણતા હોવા છતાં આમિર તેમને મળવું જોઇએ નહીં.

કંગનાએ આમિરના સેક્યુલરિઝ્મ પર ઉઠાવ્યો સવાલ
અભિનેત્રી કંગના રનૌતએ આમિર ખાન પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમના બાળકોએ માત્ર ઇસ્લામનું પાલન કરવું જોઇએ. કંગના રનોતની ટીમે ટ્વિટર હેન્ડલ પર આમિર ખાનનો એક જુનો ઇન્ટરવ્યૂ શેર કર્યો હતો. જેમાં આમિર ખાને તેમની પર્સનલ લાઇફ વિશે વાત કરતા કહ્યું હતું કે, તેમના બાળકો હિન્દુ હોવા છતાં, ફક્ત ઇસ્લામનું પાલન કરશે. કંગના રનૌતની ટીમે ઇન્ટરવ્યૂ લિંક શેર કરી આમિર ખાનની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઉઠાવ્યો.

— Kangana Ranaut (@KanganaTeam) August 17, 2020

કંગનાની ટીમે ટ્વિટર પર લખ્યું, હિન્દુ + મુસ્લિમ = મુસ્લિમ આ તો કટ્ટરપંથી છે, લગ્નનું પરિણામ માત્ર જીન અને સાંસ્કૃતિઓનું મિશ્રણ નથી પરંતુ ધર્મોનું પણ છે. બાળકોને અલ્લાહની ઇબાદત પણ શિખવાળો અને શ્રીકૃષ્ણની ભક્તી પણ, આ ધર્મનિર્પેક્ષતા છે? આમિર ખાન.

કઇ ફિલ્મને લઇ થઇ આ મીટિંગ?
લાલ સિંહ ચડ્ઢા ફિલ્મ હોલીવુડ અભિનેતા ટોમ હેંક્સની 1994માં આવેલી ફિલ્મ ફોરેસ્ટ ગંપ ની સત્તાવાર રીમેક છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ છે. આ ફિલ્મ હવે ક્રિસમસ પર 2021માં રિલીઝ થશે. આ ફિલ્મ આ પહેલા 25 ડિસેમ્બરના રિલીઝ થવાની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news