કંગના રનૌત બાદ હવે આ અભિનેત્રી બનશે 'ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ' ટીવી શોમાં મળશે જોવા
16 વર્ષની અનુષ્કા કલર્સના આગામી શો ખૂબ લડી મર્દાનીઃઝાંસીની રાનીમાં ઝાંસીની રાણીની ભૂમિકામાં જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ અભિનેત્રી કંગના રનૌત બાદ, બાળ કલાકાર અનુષ્કા સેનહવે મણિકર્ણિકા (રાણી લક્ષ્મીબાઈ)ની ભૂમિકામાં આવવા માટે તૈયાર છે. 16 વર્ષની અનુષ્કા કલર્સના આગામી શો 'ખૂબ લડી મર્દાની-ઝાંસીની રાણી'માં ઝાંસીની રાણીની ભૂમિકામાં જોવા મળશે.
શોનો ભાગ બનીને પોતાને ગૌરવ અનુભવી રહેલી અનુષ્કાએ એક નિદેવનમાં કહ્યું કે, ઝાંસીની રાણી આપણા દેશના ઈતિહાસમાં તેવું મહત્વનું નામ છે, તેના જેવુ બનવું પ્રત્યેક યુવતીનું લક્ષ્ય હોય છે. તેણે કહ્યું કે, તેવામાં રાણીની ભૂમિકા ભજવવી સન્માનની વાત છે. જેણે ઘણી રૂઢિઓનો સામનો કર્યો અને ઝાંસીની વાસ્તવિકતાને બદલી નાખી હતી. તેણે બ્રિટિશોને દેખાડ્યું કે, ભારતીય મહિલાઓ કઈ વસ્તુ માટે બની છે અને તેનામાં તમામ વિઘ્નો સામે લડવાની શક્તિ છે.
કંગનાએ મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે