'બ્લેક પેન્થર'ના હીરો ચેડવિક બોસમેનનું નિધન, કેન્સરની બીમારીથી હતા પીડિત

Chadwick Boseman Death:  43 વર્ષની ઉંમરમાં ચેડવિક બોસમેનનું નિધન લોસ એન્જલિસમા તેમના ઘર પર થયું છે.
 

'બ્લેક પેન્થર'ના હીરો ચેડવિક બોસમેનનું નિધન, કેન્સરની બીમારીથી હતા પીડિત

નવી દિલ્હીઃ સિનેમા અને મનોરંજન જગત માટે આ વર્ષ ખુદ દુખદાયક રહ્યું છે. મોતનો શરૂ થયેલો સિલસિલો રોકાઈ રહ્યો નથી. હવે બોલીવુડની સુપરહિટ ફિલ્મ 'બ્લેક પેન્થર (Black Panther)'ના અભિનેતા ચેડવિક બોસમેન (Chadwick Boseman Death) ના નિધનના સમાચાર આવ્યા છે. 43 વર્ષની ઉંમરમાં ચેડવિક બોસમેનનું નિધન લોસ એન્જલિસ (Chadwick Boseman Passed Away) મા તેમના ઘર પર થયું છે. જાણવા મળી રહ્યું છે કે ચેડવિક છેલ્લા ચાર વર્ષથી કોલન કેન્સર (આંતરડાનું કેન્સર) જેવી ગંભીર બીમારીથી પીડિત હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

1 Month. #AvengersEndgame

A post shared by Chadwick Boseman (@chadwickboseman) on

એપીના રિપોર્ટ્સ પ્રમાણે ચેડવિકની પત્ની અને પરિવાર અંતિમ સમયમાં તેમની સાથે હતો. પરિવારે તે ખુલાસો કર્યો કે અભિનેતા કેટલાક વર્ષોથી શૂટિંગની સાથે સાથે પોતાની સારવાર પણ કરાવી રહ્યાં હતા. ચેડવિક બોસમેનના નિધન બાદ તેમના પરિવાર તરફથી એક સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. 

— Chadwick Boseman (@chadwickboseman) August 29, 2020

મહત્વનું છે કે આ સુપરસ્ટાર અભિનેતાએ પોતાના ફિલ્મી કરિયરમાં ‘42’ અને ‘Get on Up’ જેવી ફિલ્મોથી પોતાનું નામ બનાવ્યું હતું. દુનિયાભરમાં ફેલાયેલા તેમના ફેન્સ આ સમાચારથી સ્તબ્ધ છે. હોલીવુડથી લઈને બોલીવુડ સુધી શોકની લહેર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news