સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે PM મોદી અને અમિત શાહને પૂછ્યા આ સવાલ
Trending Photos
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુને ચાર મહિના થયા છતાં હજુ સુધી તેમના મૃત્યુનું કોકડું ગૂચવાયેલું જ છે. સીબીઆઈ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ તારણ પર પહોંચી નથી. હાલમાં જ અહેવાલ આવ્યા હતાં કે એજન્સીએ તપાસ પૂરી કરી લીધી છે અને તે જલદી પોતાનો રિપોર્ટ કોર્ટમાં સોંપવાની છે. પરંતુ સીબીઆઈએ આ અહેવાલ ફગાવ્યા હતાં.
સુશાંત કેસમાં તેના ફેન્સ અને પરિવાર સતત સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યાયની માગણી કરી રહ્યા છે. સોમવારે ટ્વિટર પર ફેન્સે #CBITraceSSRKillers ટ્રેન્ડ કરાવ્યો. આ ટ્રેન્ડ પર સુશાંતના ફેન્સ એક્ટરને ન્યાય અપાવવાની માગણી સાથે પીએમ મોદીને પણ સવાલ કરી રહ્યા છે.
લોકો પીએમ મોદી (PM Narendra Modi) ને સવાલ કરી રહ્યા છે કે તમે સુશાંતને દેશના યુવાઓને વોટિંગ કરાવવા માટે જાગૃત કરવાની અપીલ કરી હતી. હવે દેશના યુવા જ તમારી પાસે સુશાંતના ન્યાયની માગણી કરી રહ્યા છે. શું તેને ન્યાય મળશે? ગત વર્ષે લોકસભા ચૂંટણી અગાઉ માર્ચમાં પીએમ મોદીએ સુશાંત સિંહ, કાર્તિક આર્યન અને કૃતિ સેનને ટેગ કરતા વોટિંગ માટે લોકોને જાગૃત કરવાની અપીલ કરી હતી.
Respected @PMOIndia you called upon @itsSSR to increase awareness in young voters during General Elections.
Today the youth is calling upon you for Justice.
I'm sure you're pretty much aware how education & career of millions are at stake for this fight.#CBITraceSSRKillers pic.twitter.com/Na0EUF28JU
— Saket Jaiswal (@saketjaiswal_sj) October 19, 2020
અનેક લોકોએ સીબીઆઈની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે સીબીઆઈ નકલી ચાવી, ફેક સિમ કાર્ડ્સ, અને સીસીટીવી ફૂટેજ વિશે કેમ વાત કરતી નથી? અત્રે જણાવવાનું કે એજન્સી હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે અને કોઈ તારણ પર પહોંચી નથી. આ બાજુ એમ્સની ટીમે પોતાના રિપોર્ટ કાર્ડમાં દિવંગત અભિનેતાના મોતની મર્ડર થીયરીને ફગાવી દેતા હોબાળો મચ્યો છે.
Sir @narendramodi @AmitShah, a simple and straightforward question for you, Will Sushant Singh Rajput get justice? #CBITraceSSRKillers
— @n@mik@ || NARCO FOR PITHANI (@AnamikaRashmi) October 19, 2020
Been 4 months since the tragic demise of Sushant.
Within 10 minutes, it was declared death by suicide. Total contamination of the crime scene. PM done illegally in the night. So many questions, yet no answer.@ips_nupurprasad @AmitShah @HMOIndia #CBITraceSSRKillers pic.twitter.com/vV1YWO3oP7
— Here for SSR(SSRF)🦋 (@Shrestha7489745) October 19, 2020
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે