તદ્દન નવી વેબ સિરીઝ ‘What The Fafda’, ટોચના 40 ગુજરાતી કલાકારો મચાવશે હાસ્યની ધમાચકડી

મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે ગુજરાતી દર્શકો માટે એક તદ્દન નવી ઓરિજિનલ વેબસિરીઝ ‘વ્હોટ ધ ફાફડા’ સ્ટ્રીમ થવાની છે, જે ગુજરાતી દર્શકોને ખુબ પસંદ પડશે. આ વેબસિરીઝ જોશો તો હસી હસીને લોથપોથ થઈ જશો. 

તદ્દન નવી વેબ સિરીઝ ‘What The Fafda’, ટોચના 40 ગુજરાતી કલાકારો મચાવશે હાસ્યની ધમાચકડી

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતી દર્શકો માટે શેમારૂમી નવેસરથી ખડખડાટ હાસ્યનો ડોઝ લઈને આવ્યું છે. 14 સપ્ટેમ્બરથી એક તદ્દન નવી ઓરિજિનલ વેબસિરીઝ ‘વ્હોટ ધ ફાફડા’ સ્ટ્રીમ થવાની છે, આ વેબસિરીઝ ધમાકેદાર હાસ્યની ગેરેંટી છે. આ વેબસિરીઝની ખાસ વાત એ છે કે ‘વ્હોટ ધ ફાફડા’માં પ્રતિક ગાંધી, સંજય ગોરાડિયા, ટીકુ તલસાનિયા, શ્રદ્ધા ડાંગર, નિલમ પંચાલ, ઈશાની દવે, કુશલ મિસ્ત્રી, જયેશ મોરે, જીનલ બેલાણી, મનન દવે, ભામિની ઓઝા, પ્રેમ ગઢવી, પાર્થ પરમાર, ધ્રુવીન કુમાર, વિરાજ ઘેલાણી, સહિતના ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ટોપ મોસ્ટ 40 કલાકારો એક સાથે જોવા મળશે. આ વેબસિરીઝના એકથી એક ચડિયાતા પાત્રો સહિત સિચ્યુએશનલ કોમેડી દર્શકોને હસાવીને લોટપોટ કરી નાખશે.

તહેવારોની સિઝન પર સરકારની મોટી ભેટ, 75 લાખ LPG કનેક્શન આપશે મફત
 
આ વેબસિરીઝ તરંગી સ્વભાવ ધરાવતા લોકોની વાત દર્શાવે છે. ‘વ્હોટ ધી ફાફડા’ના દરેક એપિસોડમાં અનલિમિટેડ હાસ્ય છે, અને આ હાસ્ય તમારા સુધી પહોંચશે, વેબસિરીઝના પાત્રોના અવનવા પ્રકારના કામકાજ દ્વારા! આ વેબસિરીઝ તમે જ્યારે જોવા બેસશો, ત્યારે દરેક એપિસોડના અંતે તમે પણ બોલી ઉઠશો કે ‘વ્હોટ ધી ફાફડા!’ અને સાથે જ એક મજાની વાત એ પણ છે કે આ વેબસિરીઝમાં એક જબરજસ્ત ટાઈટલ ટ્રેક પણ છે, જે સિરીઝના સારને દર્શાવે છે, અને તમને પણ થિરકવા માટે મજબૂર કરી દેશે.

કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી
 
આ વેબસિરીઝના રિલીઝ ટાણે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર ટીકુ તલસાણિયાનું કહેવું છે કે,’શૂટ દરમિયાન સેટ પર બધા જ યુવાન અને ઉર્જાથી તરબતર કલાકારો જોવા મળ્યા, તેમને ખબર હતી કે તેમણે શું કરવાનું છે, મને આ જ વાત ગમે છે. આ સિરીઝમાં બધા એ જ જબરજસ્ત કામ કર્યું  અને મને ખાતરી છે કે દર્શકો બા-બહુના ટિપિકલ ડ્રામા કરતા કંઈક અલગ પ્રકારનું કોન્ટેન્ટ જરૂરથી આવકારશે. 

આજે જ્યારે કોમેડીના જુદા જુદા સ્વરૂપો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ડાર્ક કોમેડી, કટાક્ષ વગેરે, ત્યારે વ્હોટ ધી ફાફડાની ટીમે સફળતાપૂર્વક ફેમિલી ફ્રેન્ડલી હ્યુમર પીરસ્યું છે અને આ જ ગુજરાતી ઈન્ડસ્ટ્રીની ખાસિયત છે. દર્શકોને આ વેબસિરીઝ તો ગમવાની જ છે, પરંતુ તેની સાથે તેઓ સહમત પણ થશે.’

વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ઓસ્ટ્રેલિયામાં માત્ર 16 દિવસમાં સ્ટુડન્ટ વિઝાની થશે પ્રોસેસ
 
તો અભિનેતા મનન દવેએ પણ શૂટિંગ દરમિયાનનો પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું, “દર્શકો મને ‘વોટ ધ ફાફડા’ના બે એપિસોડમાં જોઈ શકશે. એક એપિસોડમાં, મને ઇન્ડસ્ટ્રીના પીઢ કલાકાર ટીકુ સર સાથે સ્ક્રીન શેર કરવાનો લહાવો મળ્યો અને હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. આ વેબસિરીઝમાં એક સાથે 40 ગુજરાતી કલાકારો છે, એટલે કે પીઢ કલાકારોની અને યુવાન કલાકારોની ટેલેન્ટનો સમન્વય છે. આ સિરીઝનો દરેક એપિસોડ એક સંદેશ આપે છે, જે દર્શકોને ગમવાનો છે. હું આશા રાખું છું કે દર્શકો આ શ્રેણી જોશે અને અમારા પર તેમનો પ્રેમ વરસાવશે."

તો બસ તમારા કેલેન્ડરમાં તારીખ પર નિશાન કરી રાખો, રિમાઈન્ડર્સ રેડી રાખો અને ખડખડાટ હસવા માટે તૈયાર થઈ જાવ. વ્હોટ ધ ફાફડા જેવી અનોખી કોમેડી આજ સુધી તમે ક્યારેય નહીં માણી હોય તેની ગેરેન્ટી છે. તો ચાલો રોજિંદા સ્ટ્રેસ, ચિંતાને બાજુમાં મૂકો અને બિન્જ વોચ કરતા કરતા બોલો ‘વ્હોટ ધ ફાફડા.’
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news