કોણ હશે અમિતાભ બચ્ચનની સંપત્તિનો હકદાર! બોલ્યા- 'મારા પછી બધુ અભિષેકનું નહીં'

હંમેશા એમ હોય છે કે પિતાની સંપત્તિ પર તેના પુત્રનો અધિકાર હોય છે પરંતુ અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમના બાદ એકમાત્ર પુત્ર અભિષેકનો પૂરો અધિકાર નહીં હોય. 
 

 કોણ હશે અમિતાભ બચ્ચનની સંપત્તિનો હકદાર! બોલ્યા- 'મારા પછી બધુ અભિષેકનું નહીં'

નવી દિલ્હીઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દેશના સૌથી વધુ પૈસા કમાતા અભિનેતાઓમાંથી એક છે. તેવામાં અમિતાભ બચ્ચનનો મોંઘો બંગલો હોય કે તેમની સંપત્તિ બધાને તે જાણવાની ઉત્સુકતા રહે છે કે તે સંપત્તિને લઈને શું પ્લાન કરી રહ્યાં છે. હંમેશા એમ હોય છે કે પિતાની સંપત્તિ પર તેના પુત્રનો અધિકાર હોય છે પરંતુ અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમના બાદ એકમાત્ર પુત્ર અભિષેકનો પૂરો અધિકાર નહીં હોય. 

આ વાત સાંભળીને તમને લાગી રહ્યું હશે કે મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના પુત્રથી લગભગ નારાજ છે કે અન્ય કોઈને પોતાની સંપત્તિ બીજા અન્યના નામે કરી ચુક્યા હશે પરંતુ તમને જણાવી દઈએ કે બચ્ચને દેશને એક શીખ આપવાની વાત કરી છે. 

અમિતાભ બચ્ચને હાલમાં પોતાના રિયાલિટી શોમાં આવેલા મહેમાનોની સામે આ વાત કહી કે અભિષેક બચ્ચનને તેમની બધી સંપત્તિ મળશે નહીં.  બિગ બીએ કહ્યું કે, તેમના ના રહ્યા બાદ સંપત્તિને વહેંચણી કરવામાં આવશે. તેઓ બોલ્યા, જ્યાએ અમે રહેશું નહીં તો જે કંઇ પણ થોડુ અમારી પાસે છે તે અમારા સંતાનનું છે. અમારે એક પુત્ર અને એક પુત્રી છે. બંન્ને વચ્ચે બરાબર ભાગ પડશે. 

વાત સ્પષ્ટ છે કે અમિતાભ બચ્ચન પોતાની પુત્રી શ્વેતા બચ્ચન નંદાને પણ પોતાની સંપત્તિમાંથી બરાબર હક આપવાના છે. હવે તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ટીવી શોમાં આ વાત કરવાનો ઈરાદો તે છે કે તેમના ચાહનારા દર્શક અને ફેન્સ પણ પોતાની પુત્રીને બરોબરીનો અધિકાર આપે. 

વર્કની વાત કરીએ તો હાલમાં અમિતાભ બચ્ચન અને ચિરંજીવી સ્ટારર સેરા નરસિંહા રેડ્ડીનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરમાં મહાનાયકના લુકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news