Bollywood ની કઈ હીરોઈને પોતાના લગ્નમાં પહેર્યો હતો સૌથી મોંઘો લહેંગો? કિંમત જાણીને ઉડી જશે હોશ
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસેસના લગ્નમાં સૌથી વધારે ચર્ચા તેના લહેંગા અને ઘરેણાની થતી હોય છે. ફિલ્મી ફેંસ પોતાની ફેવરિટ એક્ટ્રેસના લગ્ન સાથે જોડાયેલી તમામ નાની વાત જાણવા માગે છે. જેમ કે, બોલીવુડની કઈ એક્ટ્રેસે પોતાના લગ્નમાં કઈ ડિઝાનરના લહેંગા પહેર્યા હતા. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કઈ એક્ટ્રેસે પોતાના લગ્નમાં કેટલો મોંઘો લહેંગા પહેર્યા હતા.
દીપિકા પાદુકોણ-
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન તમામ માટે એક સરપ્રાઈઝ જેમ જ હતા. દીપિકાએ પોતાના લગ્નમાં સબ્યાસાચીનો ડિઝાઈન કરેલ લહેંગા પહેર્યો હતા. દીપિકા તેમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. દીપિકાએ પહેરેલા લહેંગાની કિંમત લગભગ 13 લાખ રૂપિયાની આસપાસ હતી.
અનુષ્કા શર્મા-
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન ખુબ જ સિક્રેટ રીતે થયા. અનુષ્કાના લગ્નમાં વેડિંગ લહેંગા સબ્યાસાચીએ ડિઝાઈન કર્યો હતો. પિંક કલરના લહેંગામાં અનુષ્કા એકદમ પરી જેવી દેખાતી હતી. એક્ટ્રેસે પોતાના લગ્નમાં 30 લાખ રૂપિયાનો લહેંગો પહેર્યો હતો.
પ્રિયંકા ચોપડા-
પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. પ્રિયંકાએ પોતાના લગ્નમાં સબ્યાસાચીનો ડિઝાઈનર કરેલો લહેંગો પસંદ કર્યો હતો. રેડ લહેંગામાં પ્રિયંકાનો લૂક એકદમ શાનદાર લાગતો હતો. આ લહેંગાની કિંમત 13 લાખ રૂપિયાની આસપાસ હતી.
શિલ્પા શેટ્ટી-
શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પોતાની ડ્રિમ વેડિંગમાં તરુણ તહિલિયાનીએ ડિઝાઈન કરેલું આઉટફીટ પહેર્યું હતું. તરુણ તહિલિયાનીએ શિલ્પા શેટ્ટીના ખાસ દિવસે ટ્રેડિશનલ રેડ સાડી ડિઝાઈન કરી હતી. 12 વર્ષ પહેલાં શિલ્પા શેટ્ટીએ પોતાના લગ્નમાં 50 લાખ રૂપિયાનો વેડિંગ ડ્રેસ પહેર્યો હતો.
કેટરિના કૈફ-
હાલ વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન ખુબ ચર્ચામાં છે. ત્યારે પોતાના લગ્નમાં કેટરિનાએ પણ સબ્યાસાચીનો ડિઝાઈન કરેલો વેડિંગ ડ્રેસ પહેરવાનું નક્કી કર્યું. સબ્યાસાચીનો રેડ કલરનો ડિઝાઈન કરેલા લહેંગામાં કેટરિનાનો લૂક શાનદાર લાગી રહ્યો છે. જેમાં થોડો પંજાબી ટચ પણ આપવામાં આવ્યો છે. કેટરિનાના વેડિંગ આઉટફીટની કિંમત 17 લાખ રૂપિયાની આસપાસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે