Bharat: પ્રિયંકા ચોપરાના જુઠ્ઠાણા અંગે સલમાન ખાને કર્યો મોટો ખુલાસો 

બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ ફિલ્મ 'ભારત'નું શુટિંગ શરૂ થાય તે પહેલા જ ફિલ્મ છોડી દીધી.

Bharat: પ્રિયંકા ચોપરાના જુઠ્ઠાણા અંગે સલમાન ખાને કર્યો મોટો ખુલાસો 

મુંબઈ: બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ ફિલ્મ 'ભારત'નું શુટિંગ શરૂ થાય તે પહેલા જ ફિલ્મ છોડી દીધી. સલમાનની ફિલ્મ પ્રિયંકાએ છોડી દેતા બોલિવૂડમાં ચકચાર મચી ગઈ. મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું કે પ્રિયંકા આ વર્ષના અંતમાં નિક જોનસ સાથે લગ્નનું પ્લાનિંગ કરી રહી છે. જેના કારણે તેણે ભાઈજાનની ફિલ્મ છોડી. ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફર સુદ્ધાએ ટ્વિટ કરીને આ જ કારણ જણાવ્યું. 

જો કે તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકાએ સલમાનની ફિલ્મ ભારત નિક જોનસ સાથે લગ્ન કરવાના કારણે નથી છોડી. સલમાન ખાને આ ખુલાસો હાલમાં જ લવરાત્રિના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર કર્યો. 

સલમાન ખાને મીડિયાને જણાવ્યું કે 'પ્રિયંકા ચોપરા મારા ઘરે આવી હતી અને તેણે મને જણાવ્યું કે તે લગ્નનું પ્લાનિંગ કરી રહી છે, આ કારણે તે મારી ફિલ્મ કરી શકશે નહીં. મેં કહ્યું કોઈ વાંધો નથી. તેણે મને તે સમયે જે કારણ જણાવ્યું હતું, પાછળથી તે ખોટું સાબિત થયું. કારણ ગમે તે હોય કે પછી તે કોઈ ફિલ્મ કે પછી ભારતમાં કામ કરવા માંગતી ન હોય, કે મારી સાથે સ્ક્રીન શેર કરવા ન ઈચ્છતી હોય. અમે તેની સાથે છીએ, તે સારું કામ કરી રહી છે. જો તે સલમાન ખાન સાથે કામ કરવા ન માંગતી હોય તો કઈં વાંધો નથી. તે હોલિવૂડના કોઈ મોટા હીરો સાથે કામ કરી શકે છે.'

સલમાન ખાને જે નિવેદન આપ્યું તેનાથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે પ્રિયંકાએ તેને ફિલ્મ છોડવા માટે બીજુ કારણ જણાવ્યું હતું. પરંતુ હકીકત કઈંક અલગ જ છે. ખેર... આને સલમાન ખાનની દરિયાદીલી જ કહી શકાય કે તેણે પ્રિયંકાની આટલી મોટી ભૂલને પણ માફ કરી દીધી. 

(અહેવાલ સાભાર-બોલિવૂડલાઈફ.કોમ) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news