Bade Achhe Lagte Hain 3 આ દિવસથી થશે શરૂ, Nakuul Mehta-Disha Parmar સ્ટારર સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ

Nakuul Mehta-Disha Parmar ની જોડી હાલમાં જ સીરિયલ 'બડે અચ્છે લગતે હૈં'માં જોવા મળી હતી અને આ જોડીને લોકોએ ખુબ પસંદ કરી હતી..હવે આ જોડી આ સીરિયલની ત્રીજી સીઝનમાં જોવા મળશે. ચાલો જાણીએ 'બડે અચ્છે લગતે હૈં 3' ક્યારે શરૂ થશે...

Bade Achhe Lagte Hain 3 આ દિવસથી થશે શરૂ, Nakuul Mehta-Disha Parmar સ્ટારર સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ

Bade Achhe Lagte Hain 3 Promo: જેટલું ફેમ હિન્દી ફિલ્મોને મળે છે તેટલી જ પોપ્યુલારિટી ભારતીય ટેલિવિઝનને પણ મળે છે. ઘણા ટીવી શો છે જેમાં ફેન્સને એક્ટર્સની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે; આ શોમાં 'બડે અચ્છે લગતે હૈં'નો પણ સમાવેશ થાય છે. આ શોની પ્રથમ સીઝન થોડા સમય પહેલા સમાપ્ત થઈ હતી અને બીજી સીઝન નવી કાસ્ટ સાથે શરૂ થઈ હતી. હવે, ચાહકોની માંગ પર, નકુલ મહેતા અને દિશા પરમાર શોની ત્રીજી સીઝન સાથે ટીવી સ્ક્રીન પર પાછા ફરી રહ્યા છે. 'બડે અચ્છે લગતે હૈં 3' નો નવો પ્રોમો રીલિઝ થઈ ગયો છે અને એ પણ જાણવા મળ્યું છે કે શો ક્યારે અને કયા સમયે શરૂ થશે. 

'બડે અચ્છે લગતે હૈં 3' કયા દિવસે શરૂ થશે અને ટીવી સ્ક્રીન પર કયા સમયે જોઈ શકશો, તેનો ખુલાસો થયો છે. નવા પ્રોમો અનુસાર, તમે આ આઇકોનિક શોની ત્રીજી સીઝન 25 મે, 2023 ના રોજ, રાત્રે 8 વાગ્યે, સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર જોઈ શકશો. શોનો પ્રોમો બંને કલાકારોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પ્રોમોમાં તમે જોઈ શકો છો કે 'રામ' અને 'પ્રિયા' ઉર્ફે નકુલ મહેતા અને દિશા પરમાર કૉફી શૉપમાં બેઠા છે અને હંમેશની જેમ ઝઘડો કરી રહ્યાં છે. દર્શકો કોને વધુ પસંદ કરે છે તેના પર 'રામ' અને 'પ્રિયા' વચ્ચે લડાઈ થઈ રહી છે. પ્રશંસકોને પ્રોમોમાં બંનેની કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે અને ફેન્સ શો માટે ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે પ્રોમો રિલીઝ થયાના થોડા સમય પહેલા જ દિશા પરમારે જાહેરાત કરી હતી કે તે પ્રેગ્નન્ટ છે અને તે અને તેના પતિ રાહુલ વૈદ્ય જલ્દી જ પેરેન્ટ્સ બનવાના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news