Olympics માં ગોલ્ડ મેડલ ઇઝરાયલે જીત્યો, રાષ્ટ્રગિત વાગ્યું... હવે ટ્વિટર પર વિવાદમાં આવ્યા અનુ મલિક

Anu Malik Latest News: અનુ મલિકે પોતાના ઘણી ગીતોની ધુન વિદેશી ધુનોની નકલ કરી તૈયાર કરી છે. તેમના આ કારસ્તાનની જાણ લોકોને ટોક્યો ઓલિમ્પિકમાં એક ઘટના બાદ થઈ છે. 

Olympics માં ગોલ્ડ મેડલ ઇઝરાયલે જીત્યો, રાષ્ટ્રગિત વાગ્યું... હવે ટ્વિટર પર વિવાદમાં આવ્યા અનુ મલિક

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ઇઝરાયલી જિમનાસ્ટ અર્ટમ દોલ્ગોપ્યાટે ઈતિહાસ રચ્યો છે. તે પોતાના દેશને બીજો ઓલિમ્પિક ગોલ્ડ અપાવવામાં સફળ રહ્યો. જ્યારે પોડિયમ પર તેણે ગોલ્ડ મેડલ પહેર્યો તો પાછળ ઇઝરાયલનું રાષ્ટ્રગિત 'હાતિકવાહ' શરૂ થયું હતું. લાઇવ જોઈ રહેલા કેટલાક લોકો ચોંકી ગયા કારણ કે આ ધુન જાણીતી હતી. થોડા સમય બાદ વીડિયો ટ્વિટર સુધી પહોંચ્યો તો વિવાદ શરૂ થઈ ગયો. લોકોને હાતિકવાહની ધુનથી અનુ મલિક યાદ આવવા લાગ્યા. 

મલિકે આ ધુનને 'દિલજલે' ફિલ્મના એક ગીત 'મેરા મુલ્ક મેરા દેશ..' માં ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકોને આ વાતની પ્રથમવાર જાણ થઈ. લોકો ટ્વિટર પર ન માત્ર ચોકી ગયા, પરંતુ અનુ મલિકને તેની ચોરી કરવા માટે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. 

પહેલા ઈઝરાયલી રાષ્ટ્રગિત સાંભળો

— Avi Mayer (@AviMayer) August 1, 2021

હવે અનુ મલિકે કમ્પોઝ કરેલું ગીત સાંભળો

ધુન એક જેવી છેને? જિલજલે 1996માં રિલીઝ થઈ હતી. તેમાં એક ગીત છે 'મેરા મુલ્ક મેદા દેશ મેરા યે વતન..' જેની ધુન હાતિકવાહથી ઉઠાવવામાં આવી છે. રસપ્રદ વાત તે છે કે હાતિકવાહની ધુન પણ અસલી નથી. તેનું મ્યૂઝિક 16મી સદીના એક ઇટાલિયન ગીત લા મંટોવનાથી પ્રેરિત છે. લા મંટોવના, કો પોલેન્ડ, સ્પેન ત્યાં સુધી કે યૂક્રેનમાં પણ અલગ-અલગ રૂપોમાં ઉપયોગ થઈ ચુક્યો છે. 

Thanks to internet we now know thispic.twitter.com/LtQMyU5dp2

— Monica (@TrulyMonica) August 1, 2021

— The Brain Doctor (@DNeurosx) August 1, 2021

— EngiNerd. (@mainbhiengineer) August 1, 2021

— Mehul Beniwal (@MehulBeniwal) August 1, 2021

— बाबू भाई (@pritesh4532) August 2, 2021

અનુ મલિકના કરિયર પર અનેક દાગ
ધુન ચોરવાના મામલામાં અનુ મલિકનો રેકોર્ડ ગબજનો છે. એક રેકોર્ડ અનુસાર મલિકના 60થી વધુ ગીત બીજા ગીતો કે ધુનોથી પ્રેરિત/ચોરી છે. મલિકે નુસરત ફતેહ અલી ખાનની ઘણી કવ્વાલિયો અને ગીતોનો બોલીવુડ ફિલ્મોમાં ઉપયોગ કર્યો છે જેમ કે- મેરા પિયા ઘર આયા, લોએ લોએ... ચલે જૈસે હવાએં સનન સનન, નહીં જીના પ્યાર બિના...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news