Amitabh Bachchan Corona Positive: કોરોના પોઝિટિવ થયા અમિતાભ બચ્ચન, ટ્વીટ કરી મહાનાયકે આપી જાણકારી

Amitabh Bachchan Corona Positive: અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. તેની જાણકારી એક્ટરે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આપી છે.

Amitabh Bachchan Corona Positive: કોરોના પોઝિટિવ થયા અમિતાભ બચ્ચન, ટ્વીટ કરી મહાનાયકે આપી જાણકારી

Amitabh Bachchan Corona Tests Positive: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અંગે જાણકારી બોલીવુડ એક્ટરે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આપી છે. બોલીવુડ મહાનાયકે ટ્વીટ કરી કોરોના રિપોર્ટ પોઝિટિવ થયાની ફેન્સને જાણકારી આપી છે.

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરી જણાવ્યું હું કે, 'હું બસ થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો છું.' જે પણ લોકો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે, પ્લીઝ પોતાનો ટેસ્ટ કરાવી લો. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન આજકાલ ક્વિઝ શો 'કોન બનેગા કરોડપતિ-14' હોસ્ટ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન થયા કોરોના પોઝિટિવ
અમિતાભ બચ્ચન આ ગેમ શો દરમિયાન ઘણા કન્ટેસ્ટેન્ટ્સના કોન્ટેક્ટમાં આવ્યા છે. એવામાં તે કઈ રીતે સંક્રમિત થયા, તે કહેવું મુશ્કેલ છે. અમિતાભ બચ્ચન પોતે ફિટ રાખવા માટે ઘણી વસ્તુ કરે છે. ત્યારે કોરોના વાયરસના સમયમાં પોતાને સંભાળ રાખતા હતા. કેબીસી 14 ના સેટ પર અમિતાભ બચ્ચન ઘણા સતર્ક પણ હતા, પરંતુ કદાચ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું ત્યારે તેઓ કોરોના પોઝિટિવ થયા.

— Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022

ઉલ્લેખનીય છે કે, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. પરંતુ આ વખતે તેઓ કોઈ જાહેરાત કે બીજા કોઈ હેતુથી નહીં પરંતુ સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આધ્યાત્મિક ટુર ગીરનાર તીર્થ ક્ષેત્રની મુલાકાત લેશે. ભવનાથ તળેટીમાં આવેલ શ્રીગૌરક્ષ આશ્રમની મુલાકાત સાથે ભવનાથ મંદિર મહાદેવના દર્શન, ગીરનાર પર્વત આવેલ માં અંબાના દર્શન અને જૉ રોપ વે શરૂ હશે તો ત્યાં પણ જશે.

બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસમાં અમિતાભ બચ્ચન 26 ઓગષ્ટ કેશોદ એરપોર્ટથી કાર માર્ગે જુનાગઢ આવશે, અને ત્યારબાદ સોમનાથ અને દ્વારકા પણ જશે. છેલ્લે જામનગરથી ફરી મુંબઈ રવાના થશે. ખુશ્બુ ગુજરાતની એડ કેમ્પેઇન બાદ ફરી બીગ બી સૌરાષ્ટ્રના ધર્મ સ્થાનોની મુલાકાતે આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news