બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે


પોતાના શબ્દોના માધ્યમથી અમિતાભ બચ્ચને લોકોને કોરોના કાળ સામે લડવા અને તેમના વિરુદ્ધ હિંમત બનાવી રાખવા માટે પ્રેરિત કર્યાં હતા. તેમણે 8 જુલાઈએ ટ્વીટ કરીને આ કવિતા શેર કરી હતી. 

બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે

મુંબઈઃ મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેનાર અમિતાભ બચ્ચને ખુદ ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ હોવાની સૂચના ફેન્સને આપી હતી. સોશિયલ મીડિયા દ્વારા લોકોને દરેક મુદ્દા પર હિંમત આપનાર અમિતાભે બે દિવસ પહેલા જ એક કવિતા શેર કરી હતી, જેમાં તેમણે લોકોને આ મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટે પ્રોસ્તાસિત કર્યાં હતા. 

અમિતાભે પોતાના અવાજમાં આ કવિતાને શેર કરી હતી. કવિતાના બોલ આવા છે- ગુજર જાએગા ગુજર જાએગા, મુશ્કિલ બહોત હૈ મગર વક્ત હી તો હૌ, ગુજર જાએગા, જિંદા રહેને કા જે જો જજ્બા હૈ, ફિર ઉભર આએગા, ગુજર જાએગા, માના મૌત ચેહરા બદલ કર આઈ હૈ, માના રાત કાલી હૈ ભયાવહ હૈ, ગહરાઈ હૈ, લોગ દરવાજોં પે, રાસ્તોં પે રૂકે બૈઠે હૈ, કઈ ઘબરાઇ હૈ, સહમે હૈં, છિપે બૈઠે હૈ, મગર યકીન રખ યહ બસ લમ્હા હૈ દો પલ મેં બિખર જાએગા, જિંદા રહને કા યે જો જજ્બા હૈ ફિર અસર લાએગા, મુશ્કિલ બહોત હૈ, મગર વક્ત તો હૈ ગુજર જાએગા, ગુજર જાએગા, 

— Amitabh Bachchan (@SrBachchan) July 8, 2020

પોતાના આ શબ્દોના માધ્યમથી અમિતાભે લોકોને કોરોના કાળ સામે લડવા અને તેમની વિરુદ્ધ પોતાનો સંયમ બનાવી રાખવા પ્રેરિત કર્યાં હતા. તેમણે 8 જુલાઈએ ટ્વીટ કરીને સુંદર કવિતા શેર કરી હતી. 

ઉલ્લેખનીય છે કે શનિવારે મોડી રાત્રે અમિતાભ અને અભિષેક બચ્ચન બંન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેપિડ ટેસ્ટ બાદ તેમનો બીજો ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ 24 કલાકમાં આવી જશે. 

અમિતાભ-અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ, જાણો કેવી છે તેમની તબિયત, શું કહે છે હોસ્પિટલ?

બીજા ટેસ્ટના પરિણામની રાહ
જ્યા બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તેમના સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલ અમિતાભ અને અભિષેક જલદી સાજા થાય તેની દુઆ દેશ કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news