ક્યારેય નહીં જોયો હોય અમિતાભ બચ્ચનનો આવો અંદાજ, બિગ બીના પોઝ જોઈ ફેન્સે આપ્યા રસપ્રદ રિએક્શન

Amitabh Bachchan Viral Photo: અમિતાભ બચ્ચન માટે લોકોની દીવાનગી આજે પણ ઓછી થઈ નથી. તાજેતરમાં અભિનેતાએ એક નવો ફોટો શેર કર્યો છે, જે મિનિટોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે.

ક્યારેય નહીં જોયો હોય અમિતાભ બચ્ચનનો આવો અંદાજ, બિગ બીના પોઝ જોઈ ફેન્સે આપ્યા રસપ્રદ રિએક્શન

મુંબઈઃ Amitabh Bachchan Viral Photo: બોલીવુડના દિગ્ગજ અભિનેતાના લિસ્ટમાં અમિતાભ બચ્ચનનું નામ આજે પણ ટોપ પર આવે છે. તેમણે પોતાના કામ અને મહેનતથી ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. તેનું પરિણામ છે કે અભિનેતા સાથે જોડાયેલી દરેક નાની-મોટી અપડેટ મિનિટોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે નવી પોસ્ટ શેર કરી છે, જેના પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

અમિતાભ બચ્ચનનો ફોટો થયો વાયરલ
બિગ બી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં તેઓ અજબ-ગજબ ફેસ બનાવતા જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું- મહેરબાની કરી આ પોસ્ટ માટે શબ્દ સૂચવી શકો છો. ફોટોમાં અમિતાભ ફની અને ક્યૂટ જોવા મળી રહ્યાં છે. પછી મિનિટોમાં લોકોએ કમેન્ટ સેક્શનમાં સજેશન આપવાના શરૂ કરી દીધા હતા.

ફેન્સ આપી રહ્યાં છે રસપ્રદ રિએક્શન
લોકો સતત એક્ટરના ફોટો પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- જ્યારે તમે અદ્રશ્ય ટૂથ બ્રશથી પોતાના દાંત સાફ કરી રહ્યાં હોવ અને અચાનક યાદ આવી જાય કે મારા ટૂથપેસ્ટમાં નમક નથી. તો અન્ય યૂઝરે લખ્યું- જ્યારે જંગ જૂ સાથે હોય. મોટા ભાગના લોકો આ ફોટોને ક્યૂટ ગણાવી રહ્યાં છે. 

અમિતાભ બચ્ચનનો દબદબો યથાવત
અમિતાભ બચ્ચનને ઈન્સ્ટાગ્રામ પર 27 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તેમના શો કોન બનેગા કરોડપતિ જોવા માટે ફેન્સ દિવાના થઈ જાય છે. અમિતાભ બચ્ચન ફિલ્મોમાં કામ કરે કે નહીં પરંતુ તેમની લોકપ્રિયતા હંમેશા યથાવત રહે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news