પોતાની દિકરીના નામ પરથી પડદો ઉઠાવી ચૂકી છે આલિયા, જાણો શું હશે નામ?

Alia Ranbir Baby Girl Name: જો તમે પણ જાણવા માંગો છો કે આલિયા ભટ્ટની દિકરીનું નામ શું હશે તો તમને જણાવી દઇએ કે આલિયા પહેલાં જ તેના પરથી પડદો ઉઠાવી ચૂકી છે. 

પોતાની દિકરીના નામ પરથી પડદો ઉઠાવી ચૂકી છે આલિયા, જાણો શું હશે નામ?

Alia Ranbir Daughter Name: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) એક પુત્રીના માતા-પિતા બની ચૂક્યા છે, જેના લીધે આ બંને મીડિયાથી લઇને સોશિયલ મીડિયા બધે જ છવાયેલા છે. તો બીજી તરફ એવામાં ઘણા લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યા છે કે આલિયા અને રણબીર પોતાની પુત્રીનું નામ શું રાખશે? જોકે આ વિશે આલિયા પહેલાં જ એકવાર બતાવી ચૂકી છે. 

માતા-પિતા બન્યા બાદ સોશિયલ મીડિયા પર આલિયા અને રણબીર સાથે જોડાયેલા ફોટોઝ અને વીડિયોઝ સામે આવી રહ્યા છે. આ દરમિયાન એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં આલિયા કહી રહી છે કે તે પોતાની પુત્રીનું નામ શું રાખશે? 

સામે આવેલો આ વીડિયો વર્ષ 2019 માં આવેલી ફિલ્મ 'ગલી બોય' દરમિયાનનો છે, જ્યારે આ ફિલ્મના પ્રમોશન માટે આલિયા ટીવીના પોપુલર ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર સીઝન 3' માં પહોંચી હતી. આ વીડિયોમાં જોઇ શકાય છે કે શોમાં એક નાનાકડા કંટેસ્ટેંટને આલિયા પોતાના નામથી બોલાવે છે અને તેને પોતાના નામનો સ્પેલિંગ પૂછે છે. જોકે તે બાળક આલિયાના નામનો ખોટો સ્પેલિંગ બતાવે છે. અને કહે છે કે “A L M A A”, એટલે અલ્મા. તો બીજી તરફ આલિયાના નામનો ખોટો સ્પેલિંગ સાંભળી ત્યાં હાજર બધા લોકો હસવા લાગે છે. જોકે આલિયાને નામ ખૂબ પસંદ આવે છે, ત્યારબાદ તે કહે છે કે હું મારી પુત્રીનું નામ 'અલ્મા' રાખીશ. 

તમને જણાવી દઇએ કે વીડિયો ત્રણ વર્ષ જૂનો છે તો બીજી તરફ તે સમયે આલિયાના લગ્ન પણ થયા ન હતા. જોકે હવે આલિયા એક પુત્રીની માતા બની ગઇ છે. એવામાં જોવાનું એ છે કે શું પોતાની પુત્રીનું નામ 'અલ્મા' જ રાખે છે કે અથવા પછી બીજું કોઇ. જોકે જે કંઇપણ હોય આગામી સમયમાં ખબર પડશે કે, પરંતુ હાલ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ખૂબ ચર્ચામાં છે. 

આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news