Tunisha Sharma News: 20 વર્ષની ટીવી અભિનેત્રીએ સેટ પર કર્યો આપઘાત, Tunisha Sharma એ ગળે ફાંસો લગાવ્યો

Tunisha Sharma Attempt Suicide: સમાચાર મળી રહ્યા છે કે અલી બાબા દસ્તાન એ કાબુલની લીડ અભિનેત્રી તુનિશા શર્માએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. તે ફક્ત 20 વર્ષની છે. એવામાં આ સમચારે ઇંડસ્ટ્રીમાં બધાને હચમચાવી દીધા છે. 
 

Tunisha Sharma News: 20 વર્ષની ટીવી અભિનેત્રીએ સેટ પર કર્યો આપઘાત, Tunisha Sharma એ ગળે ફાંસો લગાવ્યો

Tunisha Sharma Suicide News: 20 વર્ષની ટીવી અભિનેત્રી તુનિશા શર્માએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. આ ચોંકાવનારા સમાચાર જેવા જ સામે અવ્યા તો દરેકના હોશ ઉડી ગયા છે. તુનિશા અત્યારે સબ ટીવીના શો દાસ્તાન એ કાબુલમાં લીડ રોલ પ્લે કરી રહી હતી. એવામાં તેમણે આ આટલું મોટું કેમ ભર્યું તે કોઇને સમજાઇ રહ્યું નથી. 

પ્રાપ્ત માહિતી અનુસાર ટી બ્રેક દરમિયાન તુનિષા ટોયલેટમાં ગઇ અને ત્યાંથી મોડે સુધી નિકળી નહી, તો દરવાજો તોડવામાં આવ્યો. ત્યાં જોવા મળ્યું કે તુનિષાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરિક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તુનિષા શર્માની સુસાઇડ કરવાની જાણકારી મળી છે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહી છે. 

સેટ પર જ લગાવી ફાંસી
જે સમાચર મીડિયા રિપોર્ટ્સના હવાલેથી આવી રહ્યા છે તેના અનુસાર તુનિશા શર્માએ શોના સેટ પર જ આ પગલું ભર્યું અને શોના લીડ એક્ટરના મેકઅપ રૂમમાં જ ફાંસી લગાવીને જીવ ટુકાવ્યો. જેવી જ તેમની લાશ લટકતી જોઇ તો ઉતાવળમાં તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી. જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવી. જોકે આનાથી વધુ જાણકારી મળી શકી નથી. તુનિશાએ આમ કેમ કર્યું અને આટલું મોટું પગલું ભરવા પાછળ શું કારણ હશે તે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી.  પરંતુ સેટ પર આ પ્રકારનું પગલું ભરવાથી દરેક જણ આશ્વર્યમાં છે. તુનિશા ફક્ત 20 વર્ષની હતી અને આટલી નાની ઉંમરમાં જ ચર્ચિત શોમાં તેમને લીડ રોડ ભજવવાની તક મળી. એવામાં તેમના માટે ખૂબ સારો સમય હતો. તે ફેમસ થતી જતી હતી.  

— ANI (@ANI) December 24, 2022

આ સીરિયલ્સમાં કરી ચૂકી છે કામ
અલી-બાબા- દસ્તાન એ કાબુલમાં મરિયમનું પાત્ર ભજવનાર તુનિશા પહેલાં પણ ઘણી સિરિયલ્સમાં જોવા મળી હતી. ચક્રવતી અશોક સમ્રાટ, ગબ્બર પૂંછવાલા, ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ, ઇન્ટનેટ વાલા લવ અને ઇસ્ક સુભાન અલ્લાહ શોમાં જોવા મળી. તો આ ઉપરાંત તે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી હતી. કહાની 2, બાર-બ દેખો અને ફિતૂરમાં પણ જોવા મળી. કેટરીનાની બંને ફિલ્મોમાં તેમણે બાળપણનો રોલ ભજવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news