લગ્ન બાદ સલમાન ખાન જોડે 15 દિવસ રહેવું પડશે કેટરીના કેફને, જાણો આ પાછળ શું છે કારણ

Tiger 3 Shooting Start: નવી દુલ્હન કેટરીના કેફ (Katrina Kaif) હવે સલમાન ખાન (Salman Khan) સાથે કામની શરૂઆત કરવાની છે.

લગ્ન બાદ સલમાન ખાન જોડે 15 દિવસ રહેવું પડશે કેટરીના કેફને, જાણો આ પાછળ શું છે કારણ

નવી દિલ્હી: બોલીવૂડની સુંદર એક્ટ્રેસ કેટરીના કેફ (Katrina Kaif) અને એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) એ હાલમાં જ 9 ડિસેમ્બરના રાજસ્થાનમાં રોયલ અંદાજથી લગ્ન કર્યા છે. આ કપલ મુંબઇ પરત ફરી ચૂક્યું છે અને સતત ચર્ચામાં છે. કારણ એ છે કે, બંને લગ્ન બાદ બ્રેક લીધા વગર કામ કાજ પર પરત ફરવા જઈ રહ્યા છે. જી હાં! કેટરીના ટૂંક સમયમાં જ સલમાન ખાન (Salman Khan) સાથે 'ટાઈગર 3' ના શૂટિંગ માટે 15 દિવસના શેડ્યૂલ પર રવાના થવાની છે.

દિલ્હીમાં થશે 'ટાઈગર 3' નું શૂટિંગ
અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife.com ના સમાચાર અનુસાર કેટરીના કેફ ટૂંક સમયમાં સલમાન ખાન (Salman Khan) સાથે અપકમિંગ મૂવી 'ટાઈગર 3' (Tiger 3) નું શૂટિંગ દિલ્હીમાં શરૂ કરશે. આ ફિલ્મનો ઘણો ભાગ પહેલા જ શૂટ થઈ ગયો છે. હવે ફરી કેટરીના અને સલમાન તેમની આ સુપરહિટ ફેન્ચાઈઝી પર કામ કરવાના છે.

નવા વર્ષમાં શરૂ થશે કામ
તમને જણાવી દઈએ કે, આ પહેલા કેટરીના અને સલમાન ખાન આ ફિલ્મનું શૂટિંગ રશિયા, તૂર્કી, ઓસ્ટ્રેલિયા અને મુંબઇમાં કરી ચૂક્યા છે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત અપકમિંગ સ્પાઈ થ્રિલર 'ટાઈગર 3' હવે લગભગ તેના અંતિમ તબક્કામાં છે. સમાચાર અનુસાર બંને મિડ જાન્યુઆરીથી દિલ્હીમાં ફિલ્મનો એક મહત્વનો ભાગ શૂટ કરશે. વધુમાં આ પણ જાણવા મળી રહ્યું છે કે, ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં લગભગ 15 દિવસ સુધી ચાલશે.

રિયલ લોકેશન પર કરશે કામ
જણાવવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન અને કેટરીના આ ફિલ્મમાં ઓરિજનલ ફીલ લાવવા માટે આર્ટિફિશિયલ સેટ પર નહીં પરંતુ રિયલ લોકેશન્સ પર શૂટ કરશે. તેના માટે ટીમ તૈયારીઓમાં લાગી ચૂકી છે. સેલિબ્રિટીની પોપ્યુલેરિટીને ધ્યાનમાં રાખી મેકર્સે આ મામલે સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરી છે.

યશરાજ ફિલ્મ બેનર હેઠળ બની રહી છે ફિલ્મ
તમને જણાવી દઈએ કે આ ફિલ્મને આદિત્ય ચોપડાના યશરાજ ફિલ્મ્સના બેનર હેઠલ બનાવવામાં આવી રહી છે. સમાચાર અનુસાર ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કેફ સાથે ઇમરાન હાશમી પણ મહત્વના રોલમાં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news