જાણો, કેમ પોતાને ખરાબ પત્ની માને છે પ્રિયંકા ચોપડા
પ્રિયંકાએ આ વાત એબીસીના ચેટ શો 'ધ વ્યૂ' દરમિયાન કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ નિક જોનસ ભલે પોતાની પ્યારી પત્ની પ્રિયંકા ચોપડા પર પ્રેમ વરસાવતો હોય પરંતુ પ્રિયંકા પોતાને ખરાબ પત્ની માને છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે તેવું શું થયું કે પ્રિયંકા પોતાને ખરાબ ગણાવી રહી છે? હકીકતમાં પ્રિયંકા કહે છે કે, તેને રસોઈ બનાવતા આવડતી નથી અને તેથી તે ખરાબ પત્ની છે.
પ્રિયંકાએ આ વાત એબીસીના ચેટ શો 'ધ વ્યૂ' દરમિયાન કરી હતી. શોમાં પ્રિયંકાએ નિકની સાથે લગ્નને લઈને તેના મ્યૂઝિક વીડિયો 'સકર' વિશે પણ વાત કરી, જે ખુદ તેના પર ફિલ્માવવામાં આવ્યો છે. પ્રિયંકાએ કહ્યું, 'હું થોડીપણ રસોઈ કરી શકતી નથી'. જ્યારે નિકે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં તેને કહી દીધું હતું કે, જો તું એક સારા પરિવારમાંથી આવે છે જ્યાં તને તારી માતાના હાથથી બનેલું સ્વાદિષ્ટ જમવાનું પસંદ છે, પરંતુ તું તેવી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જેને જમવાનું બનાવતા આવડતું નથી.
પ્રિયંકાએ આગળ જણાવ્યું કે, તેને માત્ર એક કામ યોગ્ય રીતે આવે છે અને તે છે ઈંડા બાફવા. પરંતુ પ્રિયંકા નિકની તે વાત પર ફિદા થઈ ગઈ કે જ્યારે તેણે કુકિંગ ન કરી શકવાની વાત નિકને કહી તો તેને કોઈ મુશ્કેલી ન થઈ. પરંતુ નિકે કહ્યું હતું કે, તેને પણ રસોઈ બનાવતા આવડતું નથી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો તે જલ્દી ફરહાન અખ્તર સ્ટારર 'ધ સ્કાઈ ઇઝ પિંક' નામની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ પ્રાદેશિક ભાષાઓની વિભિન્ન ફિલ્મનોને પ્રોડ્યૂસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે