'મનમર્ઝિયા'એ ખોલ્યું અભિષેકની કિસ્મતનું તાળું, મળી ટોચના હિરોને પણ ઇર્ષા થાય એટલી ફિલ્મો

અભિષેક બચ્ચન ફિલ્મમેકર અનુરાગ કશ્યપની 'મનમર્ઝિયા'થી કમબેક કરી રહ્યો છે

'મનમર્ઝિયા'એ ખોલ્યું અભિષેકની કિસ્મતનું તાળું, મળી ટોચના હિરોને પણ ઇર્ષા થાય એટલી ફિલ્મો

નવી દિલ્હી :  અભિનેતા અભિષેક બચ્ચન માટે કરિયરની દૃષ્ટિએ છેલ્લા બે વર્ષ બહુ મુશ્કેલ હતા પણ હવે તે ડિરેક્ટર અનુરાગ કશ્યપની 'મનમર્ઝિયા'થી કમબેક કરી રહ્યો છે. અભિષેક અત્યાર સુધી ત્રણ ફિલ્મો સાઇન કરી ચૂક્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફિલ્મમેકર અનુરાગ બાસુની આગામી ફિલ્મમાં અભિષેક બચ્ચન મુખ્ય ભુમિકામાં દેખાઈ શકે છે. આ પછી તે અનીસ બઝમીની ફિલ્મ 'પાગલપંતી'માં જોવા મળશે. આ સિવાય અભિષેક અને ઐશ્વર્યાની જોડી 'ગુલાબ જામુન' નામની ફિલ્મમાં જોવા મળશે. આ સંજોગોમાં અભિષેક આગામી દિવસોમાં સિલ્વર સ્ક્રિન પર ધમાલ મચાવી શકે છે. 

લાંબા સમયથી સોશિયલ મીડિયા પર સમાચાર આવી રહ્યા હતા કે જૂનિયર બચ્ચન અને ઐશ્વર્યા એકસાથે ફિલ્મ કરવાના છે. હાલમાં ઐશ્વર્યાએ પણ આ વાત કન્ફર્મ કરી છે. વેબસાઇટ બોલિવૂડલાઇફ.કોમના સમાચાર પ્રમાણે એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ આ વાતની જાણકારી આપી છે. આ ફિલ્મને ફેન્ટમ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે અને એનું નામ 'ગુલાબ જામુન' હશે. 

આ સિવાય અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ 'મનમર્જિયા'ની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફિલ્મને 21 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આમ, આ ફિલ્મની ટક્કર શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની 'બત્તી ગુલ મીટર ચાલૂ' સાથે થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news