સલમાનની બહેનના અંગત જીવનમાં આવવાનું છે મોટું પરિવર્તન!

આયુષ શર્મા અને અર્પિતા ખાન શર્માના લગ્ન ચાર વર્ષ પહેલાં થયા છે

સલમાનની બહેનના અંગત જીવનમાં આવવાનું છે મોટું પરિવર્તન!

મુંબઈ : સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માએ ચાર વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન બહુ ભવ્ય રીતે હૈદરાબાદ ખાતે થયા હતા. હાલમાં તેઓ ત્રણ વર્ષના દીકરા આહિલ શર્માના પેરેન્ટ્સ છે અને લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અર્પિતા ફરીવાર પ્રેગનન્ટ છે. હવે ટૂંક સમયમાં સલમાનનો ખાસ આહિલ મોટો ભાઈ બનશે. પોતાની પ્રેગનન્સી માટે અર્પિતા બાંદરાની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહી છે. 

અર્પિતા અને આયુષની મુલાકાત 2013માં એક કોમન ફ્રેન્ડ થકી થઈ હતી. જે પછી મુલાકાત વધતી ગઈ અને બંને પ્રેમમાં પડ્યા હતા. આયુષે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘અમે લોકો કોમન ફ્રેન્ડને લીધે મળ્યા જ્યારે અમે બધા સિંગલ હતા. અમે અર્પિતાના ઘરે ખાવા જતા હતા. તેમના ઘરનું ભોજન ઘણું જ સ્વાદિષ્ટ રહેતું હતું કે અમે રોજ જતા હતા. અમે અર્પિતાને ફોન કરી પૂછતા કે શું કરી રહી છે. તે એમ કહેતી કે ઘરે છું એટલે અમે તેના ઘરે પહોંચી જતા.’

પોતાના લગ્ન સમયે અર્પિતાએ આયુષ સાથે જીવન પસાર કરવાના નિર્ણય અંગે જણાવ્યું હતું કે,‘આયુષ વાસ્તવમાં ઘણો પ્રામાણિક છે. મારો પરિવાર પણ ઘણો પ્રામાણિક છે. આ જોઈ સારુ લાગ્યું કે કોઈ છે જેની પાસે પોતાના વિચારો છે, આટલો પ્રામાણિક છે. મને આ વાત ઘણી ગમી. મારા પરિવારે મને ઘણા લાડ સાથે રાખી છે તેથી એવા વ્યક્તિની શોધ હતી જે સલમાન ભાઈ અને પિતાની જેમ મને લાડ, પ્રેમથી રાખી શકે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news